યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા 15 કિ.મી. સાઈકલ રેલી યોજાઈ
આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ અને ગાંધી જયંતિ નિમિતે રાજકોટ શહેર પોલીસ અને દાઉદી વ્હોરા સમાજના યુવાનો દ્વારા પ્રેરિત બીઇંગ યુનાઇટેડ એનજીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે રાજકોટને ડ્રગ્સ મુક્ત શહેર બનાવવા માટે ખાસ સાયક્લોથોનનું આયોજન કર્યું હતું.જેમાં 175 લોકોએ 15 કિલોમીટર સાઈકલ ચલાવી આ રેલીમાં ભાગ લીધો હતો.
આ તકે રાજકોટ શહેર ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારે જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિતે શહેર પોલીસ, બીઈંગ યુનાઈટેડ તેમજ હાઇવે ઓથોરિટી દ્વારા સયુંકત ઉપક્રમે આજે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનની થીમ SAY NO TO DRUG રાખવામાં આવી હતી. સમાજમાં આજની યુવા પેઢીમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. તેને ડામવા માટે 175 લોકોએ એક સાથે 15 કિલોમીટર સાઈકલ ચલાવી ડ્રગ્સ મુક્ત શહેર બનાવવા ભાગ લીધો હતો.સે નો ટુ ડ્રગ્સના સુત્રો સાથે રેલી યોજાઈ હતી.તેમજ સમાજને સચોટ સંદેશો મળી રહે તે માટે યુવાનોને પ્રેરિત થાય તે પ્રકારનું વક્તવ્ય જેસીપી મહેન્દ્ર બગડીયાએ આપેલ હતું.
આજે સતત પાંચમા વર્ષે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાયકલોથોની શરૂૂઆત સવારે સાત વાગ્યે ગાંધી મ્યુઝિયમ ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડીસીપી પૂજા યાદવ અને ડીસીપી સજ્જનસિંહ પરમારના હસ્તે ફ્લેગ ઓફ કરીને કરવામાં આવી હતી. જેની શરૂૂઆત રાજકોટમાં બનેલા ગાંધી મ્યુઝિયમથી કરવામાં આવી હતી.ત્યાંથી ત્રિકોણ બાગ, માલવિયા ચોક, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, કિશનપરા ચોક, કાલાવડ રોડ અંડરબ્રિજ, કોટેચા ચોક, ઇન્દિરા સર્કલ, આકાશવાણી ચોક, યુનિવર્સિટી ગેઈટ, બી.ટી સવાણી હોસ્પિટલ, આકાશવાણી ચોક, આલાપ ગ્રીન સિટી, રૈયા રોડ, હનુમાન મઢી ચોક, આમ્રપાલી અંડરબ્રિજ, રેસકોર્સ રિંગ રોડ, પોલીસ હેડ ક્વોર્ટરથી બહુમાળી ભવન ચોક ખાતે 15 કિલોમીટરના રૂૂટ પર સમાપ્ત થઈ હતી.આ તકે આ કાર્યક્રમમાં રાજકોટ શહેર જેસીપી મહેન્દ્ર બગરિયા,ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ,ડીસીપી સજ્જનસિંહ પરમાર,ડીસીપી જગદીશ બાંગરવા,એસીપી ટ્રાફિક જયવીર ગઢવી,એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજા,એ ડિવિઝન પીઆઇ આર.જી.બારોટ,આજીડેમ પીઆઇ એ.બી.જાડેજા,ભક્તિનગર પીઆઇ મયૂરધ્વજસિંહ સરવૈયા અને સ્પેશિયલ ગ્રુપ ઓપરેશન સ્ટાફ આ રેલીમાં જોડાયો હતો.