રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બૌદ્ધગુફા પાછળ 13 વર્ષમાં 15 કરોડ ખર્ચાયા છતાં જરૂરી સુવિધાનો અભાવ

11:27 AM Jul 24, 2024 IST | admin
Advertisement

પ્રવાસન સ્થળ ખંભાલિડાની બૌદ્ધગુફા સ્થળે રહેવા, જમવા, લાઈબ્રેરીની સુવિધાઓ કયારે શરૂ કરાશે?

Advertisement

શ્રી જયાબેન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પરેશ પંડયાની વધુ એક વખત પ્રવાસન તંત્રને રજૂઆત

ગુજરાતમાં આવલોકિતેશ્વર પદ્મપાણી અને વજૂપાણીના વિશાળ શિલ્પો ધરાવતી એક માત્ર બૌધ્ધગુફા રાજકોટ જિલ્લાના ખંભાલીડા ગામમાં આવેલ છે. જે 1800 વર્ષ પ્રાચીન છે અને સમગ્ર પશ્ચીમ ભારતનું સૌથી વધુ પ્રાચીન બૌધ્ધ શિલ્પ સ્થાપત્ય છે. રાજયના પુરાતત્વ વિભાગ હેઠળ આવતું આ રક્ષીત સ્મારક છે. બૌધ્ધગુફાની જાળવણી અને સમગ્ર વિસ્તારના વિકાસ માટે બે દાયકાઓથી પ્રયત્નશીલ જયાબહેન ફાઉન્ડેશનના પરેશ પંડયા જણાવે છે કે બૌધ્ધગુફા દેશ વિદેશમાં પ્રખ્યાત થઇ ગયેલ. જેથી દુરદુરથી મુલાકાતીઓ આવી રહ્યા હોય, તે કારણથી તેની પાસે સુવિધાયુક્ત પ્રવાસન સ્થળ બનાવવા રાજય સરકારના પ્રવાસન વિભાગના મંત્રીને જયાબહેન કાઉન્ડેશન દ્વારા રૂૂબરૂૂ અને લેખીત રજુઆતો કરવામાં આવેલ, જેને તત્કાલીન પ્રવાસન મંત્રીઓ જયનારાયણ વ્યાસે મંજુરી આપી અને મુલાકાતીઓ માટે ઉતરવા-રહેવા માટે 12 રૂૂમ, ભોજનશાળા, લાયબ્રેરી અને વિશાળ પ્રાર્થના હોલ બનાવવાનું આયોજન કરી આશરે 5 કરોડ 42 લાખ મંજુર કર્યા. 10 માર્ચ 2011ના રોજ તત્કાલીન નાણામંત્રીની વજુભાઇ વાળાના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું, ગુજરાતના જાણીતા આર્ક્ટિકટ સ્ટાર આર્કિટેકટ ધ્વારા બૌધ્ધ સ્થાપત્યની ડિઝાઇન ઉપર ખાસ બનાવવામાં આવેલ,ખુબ સુંદર ડિઝાઇન પ્રમાણે કુલ પાંચ બિલ્ડીંગ બનાવવાનું કાર્ય શરૂ થયું.

પાંચ બિલ્ડીંગ બની ગયા બાદ આ આકર્ષક પ્રવાસન સ્થળનું કાર્ય લાંબો સમય બંધ રહ્યું. ફરી રાજય સરકારમાં રજુઆતો બાદ અટકી ગયેલ બાંધકામને ચાર-પાંચ વર્ષો બાદ તત્કાલીન પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ રૂૂબરૂૂ સ્થાન મુલાકાત લીધી અને અટકી ગયેલ બાંધકામ ફરી શરૂૂ કરાવવા આશરે 9 કરોડ અને 72 લાખ બીજા મંજુક કર્યા. આમ પ્રવાસન સ્થળનુ બીજા તબક્કાનું બાંધકામ શરૂ થયું. આજે પાંચે બિલ્ડીંગ, વિશાળ કમ્પાઉન્ડ અને તેનો આકર્ષક દરવાજો જે સાંચીના સ્તુપના દરવાજાની ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવ્યો છે. તે પુર્ણ રૂપે બની ગયેલ છે. આ પ્રવાસન સ્થળ ગુજરાત અને બહાર પણ નોંધ લેવાય તેવી સુંદર ડિઝાઇન ધરાવતું બન્યું છે.

આજુબાજુ ખુબ સુંદર કુદરતી સૌંદર્ય ધરાવતો વિસ્તાર છે. સામે જ કુદરતી તળાવ છે.બીજા તબક્કાના બાંધકામ સમયે પ્રવાસન નિગમ દ્વારા આ સ્થળની ઉપયોગીતા માટે ફેર વિચારણા કરવામાં આવી છે અને પરિણામે ત્યાં બનાવવામાં આવેલ રહેવા ઉતરવાના બાર રૂમ જેના ઇલેકટ્રીક ફીટીંગ પણ થયેલ હતું તે રૂમની દિવાલો તોડી મોટા હોલ બનાવવામાં આવ્યા. પાંચ બિલ્ડીંગના મધ્યના બિલ્ડીંગમાં ભગવાન બુધ્ધની મુર્તિ સાથે વિશાળ પ્રાર્થના હોલ છે. આ પાંચ બિલ્ડીંગના પાંચ હોલમાં શું કરવામાં આવશે તેની કોઇ જાણકારી મળતી નથી. ત્યારે પ્રશ્નો ઉભા થાય છે કે શું 13 વર્ષમાં પંદર કરોડ રૂૂપીયાના ખર્ચ સાથે આ હોલ જ બનાવવાના હતા? મુલાકાતીઓ માટે બનાવવા નક્કિ કરેલ સુવિધાઓ હવે નહી મળે ? જે સુવિધા મંજુર કરી સરકારે કરોડો રૂૂપીયાનો ખર્ચ કર્યો તે સુવિધા હવે પ્રજાને શા માટે નહી મળે ? આ ફેરફાર પ્રવાસન વિભાગે પાંચે બિલ્ડીંગ બની ગયા બાદ કર્યો તેનું કારણ શું? આ આકર્ષક સંકુલની જાળવણી થશે ? ચોવિસ કલાક માટે ચોકિદાર અને વિશાળ સંકુલની સફાઇ માટે સફાઇ કામદારોની તાત્કાલીક કાયમી નીમણુંક કરી યોગ્ય જાળવણી કરવામાં આવશે ? વિભાગે પંદર કરોડના ખર્ચ પછી મૂલાકાતીઓને શું સુવિધાઓ આપવામાં આવશે અને કયારથી તેની જાણકારી પ્રજા સમક્ષ મુકવી જરૂરી છે.

Tags :
boudhdhgufagujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement