For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં જુગારના 3 દરોડામાં 9 મહિલા સહિત 1પ પત્તાંપ્રેમી ઝડપાયા

12:22 PM Mar 30, 2024 IST | Bhumika
જામનગરમાં જુગારના 3 દરોડામાં 9 મહિલા સહિત 1પ પત્તાંપ્રેમી ઝડપાયા
  • જુગારના સ્થળ પરથી રોકડ રૂા. પ0 હજાર સહિતની માલમતા કબજે કરાઈ

શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે પોલીસે એક રહેણાંક મકાન સહિત ત્રણ જગ્યાએ જુગાર અંગેના દરોડા પાડયા હતા. જેમાં નવ મહિલા સહિત 1પ શખ્સોને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી રૂૂા. પ0 હજારની રોકડ રકમ કબ્જે કરી હતી.

Advertisement

જામનગરમાં ગોકુલનગર રડાર રોડ પર આવેલા રામનગરની શેરી નંબર આઠમાં રહેતા માલદેભાઈ આલાભાઈ ચાવડા નામના શખ્સના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી સ્થળ પર જઈ દરોડો પાડતા ગંજીપાના વડે જુગાર રમી રહેલા માલદેભાઈ આલાભાઈ ચાવડા, રામભાઈ પોલાભાઈ વશરા, આશાબેન કેશુભાઈ મોઢવાડિયા, સતીબેન માલદેભાઈ ચાવડા, દક્ષાબા જબરસિંહ રાઠોડ અને શાંતાબેન પરષોતમભાઈ શેઠિયા સહિત 6 શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 17,630 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત જામનગરમાં યોગેશ્વરનગરની શેરી નંબર 4માં માહિ ડેરી પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા નકુલભાઈ પરસોતમભાઈ રાઠોડ, જ્યોતિબેન રમેશભાઈ મેઢ, રેખાબેન જેન્તીભાઈ દાવડા, વર્ષાબેન ભરતભાઈ સોલંકી, હમીદાબેન અબ્દુલભાઈ જામ અને શોભનાબેન દિલીપભાઈ રોરિયા સહિત 6 શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂૂા. 1ર,840 કબ્જે કર્યા હતા. જ્યારે જામનગરમાં આંબેડકર નગર બ્રીજ નીચે વૂલન મીલ ફાટક પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલ રમેશ કેશુભાઈ રાઠોડ, ધાનાભાઈ રામશીભાઈ માડમ અને મધુભાઈ રામાભાઈ સાગઠિયા સહિત 3 શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂૂા. 10,0ર0 કબ્જે કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement