For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના ઢોર ડબ્બાની દીવાલ તોડી 15 ભેંસની ચોરી

04:42 PM Jul 20, 2024 IST | Bhumika
મનપાના ઢોર ડબ્બાની દીવાલ તોડી 15 ભેંસની ચોરી
Advertisement

સંચાલન મહાજન પાંજરાપોળ કરતી હોવા છતાં મનપાના અધિકારી થોરાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા: આરોપી હાજર

સરકારના કાયદા મુજબ શહેરમાં પશુઓ છુટા મુકવાની મનાઈ છે. આથી મહાનગરપાલિકા દ્વારા દરરોજ રખડતા ઢોર પકડવાની કામગીરી 24 કલાક કરવામાં આવી રહી છે. અને પકડેલા ઢોરને મનપાના ઢોરડબ્બે પુરવામાં આવે છે. જે દંડ ભર્યા બાદ ઢોરમાલીક છોડાવી શકે છે. પરંતુ આ ઢોર ડબ્બાઓ ધણીધોણી વગરના હોય તેવું આજે પુરવાર થયું છે. 80 ફૂટના રોડ ઉપર આવેલ મહાનગરપાલિકાના ઢોર ડબામાંથી રાત્રીના સમયે કોઈ શખ્સ દિવાલ તોડી 15 ભેંસની ચોરી કરી જતાં ઢોરડબાનું સંચાલન મહાજન પાંજરાપોળ કરે છે. છતાં મનપાના અધિકારી આજે થોરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા માટે પહોંચ્યા હતા. અને સીસીટીવી ફૂટેજના આધારે એક આરોપીને પકડી લીધો હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

મહાનગરપાલિકાના ઢોર ડબાનું સંચાલન સંસ્થાઓને સોંપવામાં આવે છે. જે પૈકી 80 ફૂટના રોડ ઉપર આવેલ અમુલ સર્કલ પાસેના ઢોર ડબાનુંસંચાલન મહાજન પાંજરાપોળને સોંપવામાં આવ્યું છે. મનપાની ઢોરપકડ પાર્ટી દ્વારા દરરોજ પકડવામાં આવતા પશુઓને અલગ અલગ ઢોરડબામાં રાખવામાં આવે છે. જેમાં બે દિવસ પહેલા ઢોરપકડ પાર્ટીએ 15 ભેંસને પકડીને અમુલ સર્કલ પાસેના ઢોર ડબામાં રાખી હતી અને માલીક દંડની રકમ ભરી ભેંસ લઈ જાય તેની રાહજોઈ રહ્યા હતા તેવામાં ગઈકાલે રાત્રીના કોઈ શખ્સોએ ઢોર ડબાની દિવાલ તોડી 15 ભેંસને હાંકીને લઈ જતાં સૌપ્રથમ આ ભેંસના માલીક ઉપર શંકા કરવામાં આવતી હતી. ત્યાર બાદ ઢોરડબા ઉપર ગોઠવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ઢોરચોરી કરનાર આરોપી ઓળખાઈ ગયો હતો. આથી ડોરપકડ વિભાગના મુખ્ય અધિકારી ડો. જાકાસણીયા થોરાળા પોલીસ મથક ખાતે પહોંચી ભેંસની ચોરીની ફરિયાદ લખાવવા માટે પહોંચ્યા હતાં.

જેની સામે આરોપીઓ તરફથી પણ અમુક લોકો પોલીસ મથકે પહોંચી આરોપીને રજૂ કરી દીધો હતો. અને જણાવેલ કે, મહાનગર પાલિકાના ઢોરડબાનુ ંસંચાલન મહાજન પાંજરાપોળને સોંપવામાં આવ્યું છે. આથી તમામ પશુઓની જવાબદારી તેઓની રહેતી હોય છે. છતાં મહાનગરપલિકાના ઢોર વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. આથી આ ફરિયાદ ટકશે કે કેમ તેવો પ્રશ્ર્ન હાલ તો ઉભો થયો છે. છતાં ઢોરડબાની માલીકી મહાનગરપાલિકાની હોવાથી ફરિયાદ થયા મુજબ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ વિભાગમાંથી જાણવા મળેલ છે.

લવરમૂછિયો આરોપી 15 ભેંસ કેવી રીતે લઈ ગયો !?

મહાનગરપાલિકાના 80 ફૂટ સ્થીત આવેલા ઢોરડબામાં અસંખ્ય પશુઓને રાખવામાં આવ્યા છે અને ઢોરડબ્બો સીસીટીવી કેમેરાની નજરમાં છે. તેમજ ઢોરડબા ખાતે સિક્યોરીટી ગાર્ડ પણ હોવાનું જાણવા મળેલ છે. છતાં એક લવરમુછિયો યુવાન રાત્રીના સમયે આવી 6 ફૂટ ઉંચી દિવાલ તોડી ભેંસ નિકળી શકે તેટલી જગ્યા કરી ઢોરડબામાંથી એક પછી એક 15 ભેંસ હાંકીને લઈ ગયો છતાં સિક્યુરીટી ગાર્ડ કે આજુબાજુના લોકોને ખબર પણ ન પડી તેનું આશ્ર્ચર્ય થઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement