જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન દ્વારા 14610 ગ્રામ પંચાયતો આવરી લેવાઇ
ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા 01.07.2025થી 30.09.2025 સુધી શરૂૂ કરાયેલા ત્રણ મહિનાના નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત આયોજિત જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની પ્રગતિ અને ઉદ્દેશ્યો વિશે મીડિયાને માહિતી આપવા માટે બેંક ઓફ બરોડા, અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકાર પરિષદને સંબોધતા અશ્વિની કુમાર, ક્ધવીનર, SLBC ગુજરાત અને અગ્રણી જિલ્લા પ્રબંધક, બેંક ઓફ બરોડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અભિયાનનો રાજ્ય સ્તરીય પ્રારંભ 01 જુલાઈ 2025ના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના પુંધરા ગામમાં યોજાયો હતો. તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નાણામંત્રી કનુભાઈ દેસાઈ, તમામ 33 જિલ્લા કલેક્ટરો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું, આ કાર્યક્રમનું આયોજન SLBC ગુજરાત દ્વારા બેંક ઓફ બરોડાના ક્ધવીનરશિપ હેઠળ કરવામાં આવ્યું હતું.
તેમણે અભિયાનના ઉદ્દેશ્યો, અમલીકરણ વ્યૂહરચના વિશે વિગતવાર સમજ આપી હતી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે આ અભિયાન ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં ફેલાયેલા તમામ PSB, ખાનગી બેંકો, સહકારી બેંકો, ગ્રામીણ બેંકોનો સામૂહિક પ્રયાસ દ્વારા 14610 ગ્રામ પંચાયતોને આવરી લેવાનો છે. દરેક ગ્રામ પંચાયતમાં મુખ્ય જિલ્લા મેનેજરો સંબંધિત બેંક શાખાઓ દ્વારા શિબિરોનું આયોજન કરવામાં આવશે અને સ્થાનિક વસ્તીને PMSBY માટે રૂ. 20/- ના નજીવા પ્રીમિયમ અને PMJJBY માટે રૂ. 436/- ના પ્રીમિયમ પર ઉપલબ્ધ દરેક સામાજિક સુરક્ષા જે રૂ. 2 લાખના કવરેજ સાથે ઉપલબ્ધ છે. આ યોજનાઓનો લાભ લેવા અને નોંધણી કરાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.
અશ્વિની કુમારે જણાવ્યું કે આ ઝુંબેશ મુખ્ય નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ 100% કવરેજ પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત છે. જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ ખાતું ખોલવું, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY) હેઠળ નોંધણીનો સમાવેશ થાય છે. પરિષદ દરમિયાન, અશ્વિની કુમારે ઉલ્લેખ કર્યો કે 30.06.2025 સુધીમાં, સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ, 29 લાખ અટલ પેન્શન યોજના (APY) નોંધાયેલા છે. 92 લાખ PM જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) રજિસ્ટર્ડ છે અને જેમાંથી 55589 દાવાઓનું સમાધાન અને ચૂકવણી કરવામાં આવી છે. 194 લાખ PM સુરક્ષા વીમા યોજના (PMJJBY)ની નોંધણી કરવામાં આવી છે અને 4943 દાવાઓનું સમાધાન અને ચૂકવણી કરવામાં આવી છે.
તેમજ 194 લાખ PM જન ધન યોજના (PMJDY) અંતર્ગત ખાતા ખોલવામાં આવ્યા છે.આ પત્રકાર પરિષદમાં બેંક ઓફ બરોડાના વરિષ્ઠ અધિકારીઓ અશ્વિની કુમાર, ક્ધવીનર SLBC ગુજરાત અને જનરલ મેનેજર વિપિન કુમાર ગર્ગ, ડેપ્યુટી જનરલ મેનેજર રણજીત રંજન દાસ, ડેપ્યુટી જનરલ મેનેજર વીણા કે. શાહ, ડેપ્યુટી જનરલ મેનેજર અને બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.