રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જિલ્લામાં ફેબ્રુઆરીમાં 14077 દસ્તાવેજની નોંધણી

04:59 PM Mar 01, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરને ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, સ્માર્ટ સિટી અને અટલ સરોવર જેવી યોજના મળી છે. જેના કારણે શહેરની ભાગોળેના વિસ્તારોમાં જમીનનોના ભાવ આસમાને પહોંચી ગયા છે. છેલ્લા બે વર્ષથી જમીન લે વેચમાં જોરદાર તેજી જોવા મળી રહી છે ત્યારે ફેબ્રુઆરી માસમાં પણ રાજકોટ જિલ્લાની 18 જેટલી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં 14077 દસ્તાવેજોની નોંધણી થઈ છે અને રાજ્ય સરકારની તિજોરીમાં 76 કરોડની આવક થઈ છે.
રાજકોટ શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા બે વર્ષથી જમીનના સોદાઓમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. જેના કારણે સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજની નોંધણી માટે રિતસરનો ધસારો જોવા મળી રહ્યો છે અને મોટાભાગની સબ રજીસ્ટ્રારની કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી માટે ટોકન સીસ્ટમ શરૂ કરવામાં આવી છે.

Advertisement

રાજકોટ શહેરનાં મોરબી રોડ પર છેલ્લા છ માસથી સૌથી વધુ જમીન મકાનના સોદા થાય છે અને સૌથી વધુ દસ્તાવેજો પણ મોરબી રોડ પરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાય છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં પણ મોરબી રોડ પરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં 1864 દસ્તાવેજોની નોંધણી થઈ હતી. જે પેટે સરકારને 9.94 કરોડની આવક થઈ છે. જ્યારે બીજા ક્રમે મવડી સબ રજીસ્ટ્રાર કચેરીમાં 1287 દસ્તાવેજોની નોંધણી થઈ છે. જ્યારે ત્રીજા ક્રમે ગોંડલ 1252 દસ્તાવેજ નોંધાયા હતાં. જ્યારે ચોથા ક્રમે રૈયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં 1167 દસ્તાવેજોની નોંધણી થઈ હતી.

રાજકોટ જિલ્લાની કુલ 18 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં 14077 દસ્તાવેજો નોંધાયા છે જેમાં રજીસ્ટ્રેશન ફી પેટે 11,32,26,194 કરોડ જ્યારે સ્ટેમ્પ ડયુટી ફી પેટે 65,41,21,671ની આવક થઈ હતી. આમ રાજ્ય સરકારની તિજોરીમાં કુલ 76,73,47,865 રૂપિયાની આવક થઈ છે.

રાજકોટ જિલ્લામાં સૌથી ઓછા દસ્તાવેજ વિંછીયા સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયા છે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં માત્ર 65 દસ્તાવેજોની નોંધણી થઈ છે. જ્યારે જામકંડોરણા સબ રજીસ્ટ્રાર કચેરીમાં એક મહિનામાં 132 દસ્તાવેજોની અને ધોરાજી સબ રજીસ્ટ્રોર કચેરીમાં 373 દસ્તાવેજની નોંધણી થઈ છે.

Tags :
document registrationgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement