સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 140 કરોડના વિવિધ વિકાસ કામના ખર્ચને બહાલી
જામનગર મહાનગરપાલિકાની ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કામો માટે 140 કરોડ 11 લાખ ના વિવિધ ખર્ચક્ષને બહાલી આપવામાં આવી હતી. આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી ની બેઠક ચેરમેન નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. હતી. તેમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડે. મેયર કિષ્નાબેન સોઢા ,મ્યુનિ. કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ હાજર રહયાં હતા.
સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6, અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ માટે રૂા. 5 લાખ, સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2, 3, અને 4)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રીજ વર્કસના કામ માટે રૂા. 5 લાખ, કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાંટ (સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા સાઉથ ઝોન (વોર્ડ નં. 8, 15, અને 16) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચ માં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા)ના કામ માટે રૂા. 17.20 લાખ, સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. 5, 9, 13, અને 14) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બીજ વર્કસના કામ માટે રૂૂા. 5 લાખ ની મંજૂરી આપવામા આવી હતી. જ્યારે આઉટ ગ્રોથ એરીયાના કામો સુચવવા બાબતે રૂૂા.43.99 કરોડ ના કામો ને સૈધ્ધાતિક મંજૂરી તેમજ શહેરી સડક યોજનાના કામો માટે રૂા.78.76 કરોડના કામોને સૈધ્ધાતિક મંજુરી આપવામાં આવી હતી.
સમર્પણ અને પમ્પ હાઉસ ઈ.એસ.આર. હેઠળ આવતા વિસ્તારોમાં વોટર ટેન્કર મારફત પાણી વિતરણ કરવાના કામ માટે રૂા.26.48 લાખ, બેડી અને મહાપ્રભુજી બેઠક ઈ.એસ.આર. હેઠળ આવતા વિસ્તારોમાં વોટર ટેન્કર મારફત પાણી વિતરણ કરવાના કામ માટે રૂા. 15.40 લાખનું ખર્ચ મંજુર કરાયુ હતું. લાલપુર રોડ જી.આઈ.ડી.સી. પ્લોટ માં ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ કવાટર્સ બનાવવા અંગે રૂા. 6.98 કરોડ મંજુર કરવામાં આવ્યા હતાં.
જામનગર શહેર સાઉથ ઝોન (વોર્ડ નં. 13,14,15 અને 16)માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારિત સફાઈ કામગીરી અને સફાઈ મશીનો ની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ રૂૂા. 1.43 કરોડ , જામનગર શહેર વેસ્ટ ઝોન (વોર્ડ નં. 6,7,8) માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારિત સફાઇ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટેબના વાર્ષિક રૂા.1.22 કરોડ, નોર્થ ઝોન (વોર્ડ નં. 1,2,3,4,5)માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારિત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી માટે વાર્ષિક ખર્ચ રૂૂા. 1.43 કરોડની રકમ , ઇસ્ટ ઝોન (વોર્ડ નં. 9,10,11,12) માં ભુગર્ભ ગટરની ફરીયાદો આધારિત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી અંગે નો વાર્ષિક ખર્ચ રૂૂા. 1.57 કરોડ મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બે દરખાસ્તો અધ્યક્ષ સ્થાને થી રજૂ કરવામાં આવી હતી જેમાં ગણેશ મહોત્સવ અન્વયે જામનગર શહેરમાં જુદી-જુદી બે જગ્યાએ ટેમ્પરરી ગણેશ વિર્સજન કુંડ બનાવવાના કામનું ખર્ચ રૂૂા. 23.98 લાખ મંજુર કરાયું હતું રખડતા ઢોર નિયંત્રણ માટે ની કામગીરી અન્વયે રૂૂા. 3.75 કરોડના ખર્ચને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.આમ આજ ની બેઠક મા કુલ ખર્ચ રૂૂા. 140 કરોડ 11 લાખ નાં વિવિધ ખર્ચ મંજૂર કરાયો હતો.