ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદના ઘનશ્યામપુર પાસે નાળામાં ફસાયેલા 14 વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યુ

12:17 PM Jun 18, 2025 IST | Bhumika
Advertisement

હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે આવેલા નાળામાં પાણી ભરાતા 14 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. ત્યારે દિધડીયા ગામના બે સામાજીક આગેવાનએ જીવના જોખમે તમામ 14 વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાને કારણે મુશ્કેલી વેઢવી પડતી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.

Advertisement

તેમજ હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે આવેલા નાળાનુ કામ ચાલુ હોવાથી પાણી આવી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. પાણીનો ધસમસતો પ્રવાહ રોડ વચ્ચેથી નીકળી રહ્યો હોય લોકોને જીવના જોખમી અવર-જવર કરવી પડી રહી છે. આ સમસ્યા અંગે રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નહતો. ત્યારે આજે નાળામાં કેડ સમાણા પાણી ભરાતા 14 વિદ્યાર્થીઓ ફસાયા હતા. દિધડીયા ગામના સામાજીક આગેવાન હરદેવસિંહ ઝાલા તથા અર્જુનસિહ ઝાલાએ જીવના જોખમે તમામ 14 વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા.

બીજી બાજુ સામાજિક આગેવાન દ્વારા ધારાસભ્યને કટાક્ષ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એસી ચેમ્બરમાંથી બહાર આવી લોકોની તકલીફ જોવે અને તેને દુર કરે, ધારાસભ્ય વરમોરા દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું કે હળવદ-સરા રોડ પર ઘનશ્યામપુર અને ભલગામડાં વચ્ચે છેલ્લા 4 મહિનાથી પુલનું કામ ચાલી રહ્યું છે. જે પૂરું થયું નથી. અત્યારે રોડ ઉપરથી એટલું પાણી જઈ રહ્યું છે કે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. અવર જવર કરતા લોકો અને વિધાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. તો હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તાત્કાલિક ધોરણે સમસ્યાનુ નિરાકરણ લાવે તેવી માંગણી કરી હતી. ઘનશ્યામપુર નજીક છેલ્લા ચાર મહિનાથી રોડનું કામ ગોકળ ગતીએ ધીમે ધીમે ચાલી રહ્યું છે જેને લઈને વરસાદમાં વિદ્યાર્થીઓ ને ભારે હાલાકી વેઠવી પડે છે તો તાત્કાલિક ધોરણે સમસ્યાનુ નિરાકરણ લાવે તેવી માંગણી ઉઠવા પામી છે.

Tags :
Ghanshyampurgujaratgujarat newsHalvadHalvad newsMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement