For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જેલના વધુ 14 કેદી જેલ મુકત

05:01 PM Mar 18, 2024 IST | Bhumika
રાજકોટ જેલના વધુ 14 કેદી જેલ મુકત
  • કેદીઓ પરિવાર સાથે સમાજમાં સારા નાગરિક તરીકે જીવન વિતાવે તેવી શુભેચ્છા : જેલ અધિક્ષક શિવમ વર્મા

રાજકોટની મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા 14 પાકા કામના કેદીની સારી વર્તણુક ઉપરાંત જેલમાં સારી કામગીરી જેને ધ્યાને લઈને જેલમુક્તિનો હુકમ કરી જેલ મુક્ત કરવામાં આવ્યા છે.વધુ વિગતો મુજબ,રાજકોટ મધ્યસ્થ જેલના અધિકારીએ જણાવ્યું હતું કે,જેલમાં પાકા કામના 10 કેદીઓ હત્યા સહિત અલગ અલગ ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા હતા.જે કેદીએ તેની સજાનો દાયકો જેલમાં જ પૂર્ણ કરી લીધો હતો.જે કેદીની વર્તણુક જેલમાં સારી હતી.એટલું જ નહિ જેલમાં રહેતા અન્ય કેદીઓને પણ ગુન્હાઓ તેમજ અસામાજિક પ્રવૃત્તિમાં ના જોડાવા સતત પ્રેરતા હતા.
જેલ એડવાઈઝરી બોર્ડની કમિટીમાં હકારાત્મક અભિપ્રાય મેળવી દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી હતી.જે દરખાસ્તને સરકારે મંજુર કરતા અને આજીવન કેદની બાકીની સજા માફ કરી સીઆરપીસી કલમ 433 હેઠળ આવતા ક્રાઇટેરિયામાં વહેલી જેલ મુક્તિના હુકમો સરકાર તેમજ જેલના ઇન્સ્પેક્ટર જનરલ તરફથી કરવામાં આવતા આજે 10 કેદીને જેલમુક્ત કરવામાં આવ્યા હતા.સજામાંથી માફી મળતા કેદીએ જેલ પ્રશાસનનો આભાર માન્યો હતો.

Advertisement

રાજકોટ સબ જેલના અધિક્ષક શિવમ વર્મા, ઇન્ચાર્જ જેલર એ.પી.જાડેજા,પીઆઇ એમ.આર.ઝાલા,પીઆઇ બી.બી.પરમાર,પીઆઇ એમ.એમ.ચૌહાણ,સુધીરભાઈ ગોપલાણી અને અજયસિંહ રાઠોડ સહિતના અધિકારીઓએ,રીપોર્ટ પોઝીટીવ મૂકી સરકારે બાકીની સજા માફ કરી જેલ મુક્તિનો હુકમ કર્યો હતો.આ તકે તેઓના પરિવારજનો પણ રાજકોટ જેલના પરિસરમાં પહોંચી ગયા હતા અને કેદીઓ બહાર આવતા બંને વચ્ચે હરખના અશ્રુ સરી પડ્યા હતાં.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement