મહુવા તાલુકાના નૈય ગામે બે કલાક બંધ રહેલા મકાનમાંથી 14 લાખની રોકડ-દાગીનાની ચોરી
આઘેડ પત્નીને બસ સ્ટેશન મુકવા જતા હતા ત્યારે ચાર શખ્સોએ પુછયુ હતુ કે કયાં જાવ છો? તપાસ શરૂ
મહુવા તાલુકાના નૈપ ગામમાં રહેતા એક આધેડ મહુવા ખાતે તેમના પત્નિને લેવા માટે ગયા હતા અને તેમનું મકાન માત્ર બે કલાક સુધી બંધ રહેતા તસ્કરોએ આ સમયગાળામાં મકાનમાંથી રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. મહુવા રૂૂરલ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભટુરભાઇ બોઘાભાઇ જોળીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના પત્નિ પિયર ગયા હતા અને તા.30મીના રોજ તેમણે ફોન કરી જણાવ્યું હતું કે, મહુવા બસ સ્ટેન્ડ ખાતે તેઓ રાત્રે આઠ વાગે આવશે એટલે તમે લેવા માટે આવજો એટલે મકાન બંધ કરી આધેડ તેમના પત્નિને લેવા માટે બાઇક લઇને ગયા હતા.
રસ્તામાં ગામના ત્રણ ચાર લોકોએ ફરિયાદીને તમે ક્યાં જાવ છો ?
તેમ પુછતા ફરિયાદીએ પત્નિને લેવા માટે મહુવા જાવ છુ તેમ જણાવ્યું હતું અને આમ, રાત્રે દસ વાગે ફરિયાદી તેમના પત્નિને લઇને ઘરે પરત આવ્યાં હતા. ઘરે આવી બન્નેએ નાસ્તો કર્યો હતો અને ત્યાર બાદ ફરિયાદી ગોદડુ લેવા માટે રૂૂમમાં ગયા ત્યારે તેમણે જોયું હતું કે, રૂૂમનો નકુચો તુટેલો છે એટલે તેમણે દરવાજો ખોલી રૂૂમમાં તપાસ કરતા પટારાનો નકુચો પણ તુટેલો હતો. પટારામાં તપાસ કરવામાં આવતાં ફરિયાદી ભટુરભાઇએ સ્ટીલના બે ડબામાં મુકેલી અંદાજે રૂૂા.14 લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી.