વડાપ્રધાનના રોડ શોના કારણે ટ્રાફિક વ્યવહાર માટે 14 રાજમાર્ગ બંધ
- રેસકોર્સ રિંગ રોડ ઉપર બે દિવસ માટે પ્રવેશબંધી અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો : 6 રાજમાર્ગો પર ટ્રાફિક ડાઇવર્ટ
આગામી તા. 25 ફેબ્રુઆરીના એઈમ્સના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્રમોદી રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે જૂના એરપોર્ટથી લઈને રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલી જાહેરસભામાં પણ વડાપ્રધાન હાજરી આપવાના હોય અને 800 મીટરનો રોડ શો કરવાના હોય જેના માટે તંત્ર સાબદુ બન્યું છે. ત્યારે વડાપ્રધાન મોદીના રોડ શોને ધ્યાને રાખીને ટ્રાફિક વ્યવહાર માટે રેસકોર્સ રીંગ રોડની આજુબાજુના 14 રાજમાર્ગો ઉપર વાહન વ્યવહાર માટે પ્રવેશબંધી ફરમાવતું પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
આગામી 25મી ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં ત્રીજી વખત રોડ શો કરવા જઈ રહ્યા છે ત્યારે આ રોડ શોમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડી રેસકોર્સ રીંગ રોડની આજુબાજુના 14 રાજમાર્ગો ઉપર પ્રવેશબંધી ફરમાવી છે આ ઉપરાંત રેસકોર્સ રીંગરોડને બે દિવસ માટે પ્રવેશબંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી રહી છે અને આ અંતર્ગત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામુ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. જાહેરનામામાં વીઆઈપી ગાડીઓ માટે અલગ રૂટ જાહેર કરી દેવામાં આવ્યો છે અને બસો દ્વારા આવનારા લોકો માટે અલગથી પાર્કીંગ સ્ટેન્ડથી સભા સ્થળ સુધીનો રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. આ રૂટ પ્રમાણે લોકોને સભા સ્થળે પ્રવેશ આપવામાં આવશે.
પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ગીતગુજરીથી એરપોર્ટ સર્કલ અને રેસકોર્સ તરફનો રસ્તો બંધ રહેશે. જ્યારે આમ્રપાલી અંડરબ્રીજથી જૂની એનસીસી ચોક તરફનો રસ્તો બંધ રહેશે. ટ્રાફિકશાખાથી જૂની એનસીસી ચોક સુધીનો રસ્તો બંધ રહેશે, પોલીસ અધિકારીઓના બંગલાથી રેસકોર્સ રીંગરોડ તરફ વાહનોને પ્રવેશબંધી આપવામાં આવી છે. આ ઉપરાંત આદિત્યબિલ્ડીંગ બહુમાળીથી રેસકોર્સ રીંગ રોડનો રસ્તો બંધ રહેશે. ચાણક્ય બિલ્ડીંગથી બહુમાળી ચોક સુધીનો રસ્તો બંધ રહેશે. સર્કિટ હાઉસના ગેઈટથી આકાશવાણી રોડ, ગેલેક્સી બિલ્ડીંગ તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે, ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોક અને કિશાનપરા ચોક તરફ આવા-જવા માટેના તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે, યાજ્ઞિક રોડ ઠક્કરબાપા ક્ધયા છાત્રાલયથી જિલ્લા પંચાયત ચોક તરફનો રસ્તો બંધ રહેશે, હરીભાઈ હોલથી યાજ્ઞિક રોડ વિરાણી ચોક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે, ગોડાઉન ચોકથી મહિલા કોલેજ અંડરબ્રીજ સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. કોટેચાચોકથી સ્વામીનારાયણ મંદિર થઈ મહિલા કોલેજ ચોક અને કિસાનપરા ચોક સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે, આમ્રપાલી અંડરબ્રીજથી કિશાનપરા ચોક વાહન વ્યવહાર માટે બંધ રહેશે અને ભોમેશ્ર્વર મંદિરથી એરપોર્ટ ફાટક તરફનો રસ્તાને પણ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જ્યારે ગીતગુર્જરીથી આરાધના સોસાયટી રેલવે ટ્રેક તરફનો રસ્તો ખુલ્લો રહેશે, ચાણક્ય બિલ્ડીંગથી સ્રૌફ રોડ જામનગર તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો રહેશે, ફુલછાબ ચોકથી રૈયારોડ, કાલાવડ રોડ તરફ જવા માટે ચાણક્ય બિલ્ડીંગથી સ્રૌફરોડ ઉપર થઈ જામનગર રોડ ઉપર અથવા મોટી ટાંકી ચોકથી યાજ્ઞિક રોડ થઈ અને વિદ્યાનગર રોડ પર થઈ અને મંગળારોડ પરથઈ લક્ષ્મીનગર અંડરબ્રીજથી કાલાવડ રોડ અને રૈયા રોડ પર જઈ શકાશે. સ્વામિનારાયણ મંદિરથી મહિલા કોલેજ અંડરબ્રીજ અને ટાગોર રોડ તરફ વાહન વ્યવહાર ખુલ્લો રહેશે. કોટેચા ચોકથી સ્વામિનારાયણ મંદિર અમિન માર્ગ, લક્ષ્મીનગર અંડરબ્રીજ અને ટાગોર રોડ, યાજ્ઞિક રોડ અને એસ.ટી. બસ તરફનો વાહન વ્યવહાર ચાલુ રહેશે. જ્યારે આમ્રપાલી બ્રીજથી કિશાનપરા ચોક જવા માટે હનુમાન મઢી ચોક, નિર્મળા રોડ, કોટેચા ચોક, અમિન માર્ગ તરફ જઈ શકાશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 24-2-24ના બપોરના 11થી સાંજના 5 વાગ્યા સુધી તેમજ તા. 25-2-24ના સવારે 11 વાગ્યાથી સાંજના કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્સ રીંગ રોડને તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ જાહેરનામું રવિવાર માટે અમલમાં રહેશે. જેનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બસો માટેનું પાર્કિંગ સ્ટેન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે સૌરાષ્ટ્રભરમાંથી 1400થી વધુ એસટી બસોમાં લાખો લોકો ઉમટી પડનાર હોય ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ નહીં તે માટે ટ્રાફિક બ્રાંચના ડીસીપી પૂજા યાદવ અને એસીપી જે.બી. ગઢવીએ અલગ અલગ સ્થળે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં 1400 એસટી બસો માટે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડ, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, જામનગર રોડ ઉપર આવેલ સ્પેશિયલ હોમફોર બોયઝ ગ્રાઉન્ડ, શાસ્ત્રીમેદાન અને મોરબી હાઉસ, પાર્ટિપ્લોટ ખાતે બસનું પાર્કિંગ કરવાનું રહેશે.
જાહેરસભામાં આવતા લોકો માટેનું જનરલ પાર્કિંગ
વડાપ્રધાન નરેન્દ્રમોદીનું રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલ જાહેરસભામાં આવતા લોકો માટેના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના જનરલ પાર્કિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં આરાધના સોસાયટીથી ગીતગુર્જરી બગીચા સુધી, ગીત ગુજરી બગીચા પાસે પ્રાઈવેટ પ્લોટ, એરપોર્ટ ફાટક પાસે સહકારી કૃષિ ગ્રામિણ બેંકના ગ્રાઉન્ડમાં એરર્પોટ ફાટકથી આમ્રપાલી ફાટક વચ્ચે, કિશાનપરા ચોકથી કેપીટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ, કિશાનપરા ચોક સાયકલ સ્ટેન્ડ વાળી શેરી, બાલભવન મેઈન ગેટથી આર્ટગેલેરી સુધીનો રસ્તો, એસબીઆઈ પાસે સારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ, ચાણક્ય બિલ્ડીંગથી નગરરચના અધિકારી કચેરીનું ગ્રાઉન્ડ, શ્રેયસ સોસાયટી પાસેનું ગ્રાઉન્ડ અને નવી કલેક્ટર કચેરીની સામેનું ગ્રાઉન્ડ ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે પાર્કિંગ ઉભુ કરવામાં આવ્યું છે.
વીઆઈપી પાર્કિંગ
વડાપ્રધાન નરેન્દ્રમોદીની જાહેરસભામાં હાજરી આપવા આવતા વી વીઆઈપી માટે અલગ પાર્કિંગ રાખવામાં આવ્યું છે. જેમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, બહુમાળી ભવન પાર્કિંગ, રેસકોર્સ રીંગ રોડ ઈન્ડોર સ્ટેડિયમ વીઆઈપી પાર્કિંગ, ફનવર્લ્ડ સામે ગૌશલ્યા માર્ગ પર વીઆઈપી પાર્કિંગ, રૂરલ એસપીના બંગલા વાળી શેરીમાં વીઆઈપી પાર્કિંગ, એસબીઆઈ ગ્રાઉન્ડ સર્કિટ હાઉસ પાસે વીઆઈપી પાર્કિંગ, રિલાયન્સ ગ્રાઉન્ડ આયકર વાટીકા પાછળ વીઆઈપી પાર્કિંગ અને બાલભવન ગ્રાઉન્ડ વીઆઈપી પાર્કિંગ માટે રાખવામાં આવ્યું છે.