જૂનાગઢ જિલ્લાની 14 સહકારી મંડળીએ 1000 કરોડનું કૌભાંડ આચર્યું: આપ
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ મોટા મગફળી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પાર્ટીના નેતા રાજુ કરપડાએ આજે જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આરોપ મૂક્યો કે જિલ્લાની 14 સહકારી મંડળીઓએ 1000 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે.
માળીયાહાટીનાના હડધાર પેપર મીલ્સ ગોડાઉનમાં 40,000થી વધુ મગફળીની બોરીઓ સંગ્રહવામાં આવી છે. પાર્ટીના નેતા પીયૂષ પરમારે જણાવ્યું કે 50 ટકાથી વધુ મગફળી રાજસ્થાનથી લાવવામાં આવી છે. કૌભાંડમાં માળીયાહાટીનાની 6, માંગરોળની 2, મેંદરડાની 3, વિસાવદરની 1 અને ભેસાણની 2 મંડળીઓ સામેલ છે. જિલ્લામાં ગીરીરાજ ગોડાઉન, અમર ગોડાઉન માંગરોળ, મેંદરડા અને અમરાપુર ખાતેના ગોડાઉનમાં મગફળી માફિયાઓએ કૌભાંડ આચર્યું છે.
આમ આદમી પાર્ટીએ આરોપ મૂક્યો છે કે તંત્ર શંકાસ્પદ ગોડાઉન ખોલતું નથી. ઈઠઈના ગોડાઉન ખુલ્લા રખાય છે, જ્યારે ૠજઉઠઈના સરકારી ગોડાઉન બંધ રખાય છે. આ મામલે કલેક્ટર, ખેતીવાડી વિભાગ અને ગોડાઉન મેનેજરને રજૂઆતો કરવામાં આવી છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે જો ગુજકોમાસલ અને નાફેડ પ્રમાણિકતાથી તપાસ કરે તો તેઓ શંકાસ્પદ ગોડાઉનના નામ આપવા તૈયાર છે. જો તપાસમાં કોઈ ભ્રષ્ટાચાર સામે ન આવે તો તપાસનો તમામ ખર્ચ ભોગવવાની પણ તૈયારી દર્શાવી છે.
-
-