For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટાની કટલેરી બજારમાં 14 સીસીટીવી કેમેરા લગાવાયા

12:13 PM Nov 13, 2024 IST | Bhumika
ઉપલેટાની કટલેરી બજારમાં 14 સીસીટીવી કેમેરા લગાવાયા
Advertisement

ઉપલેટા શહેરમાં અનેક ક્ષેત્રના એસોસિએશન આવેલા છે જેમાં સૌથી મોટા અને સક્રિય એસોસિએશનની જો વાત કરવામાં આવે તો ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન છે જેના દ્વારા અનેક રીતે તન, મન અને ધનથી સહયોગ આપતા દાતાઓનું કટલેરી બજાર એસોસિએશન તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપલેટા શહેરમાં સાત વર્ષ પહેલા સૌથી વધારે આમ જનતાથી ધમધમતા એવા કટલેરી બજાર એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી. કટલેરી બજારનો મુખ્ય રોડ અંદાજે 600 મીટર જેટલો લાંબો છે જેમાં જૂની કટલેરી બજાર અને નવી કટલરી બજાર એક જ રોડ પર આવેલી છે જેમાં આઠ થી નવ જેટલી પેટા શેરીઓ પણ રોડની બંને તરફ આવેલી છે અને વચ્ચે એક મુખ્ય રોડ પર નીકળે છે. આ કટલેરી બજારના 600 મીટરના મુખ્ય રોડ પર કટલેરી, જુના નવા કપડા સહિતના અનેક ધંધાર્થીઓની દુકાનો અને શોરૂૂમ આવેલ છે. આ મુખ્ય રોડ પર કટલેરી બજાર એસોસિએશન દ્વારા મુખ્ય રોડના એક છેડા થી બીજા છેડા સુધી 14 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે એ પણ એક એસોસિએશન તરફથી આ દરેક એસોસિએશન માટે પ્રેરણાદાયી પગલું છે.

Advertisement

ઉપલેટા કટલેરી બજાર એસોસિએશનના પ્રમુખ તરીકે નાથાભાઈ ચંદ્રવાડીયા અને ઉપપ્રમુખ તરીકે હારૂૂનભાઈ માલવિયા સેવા બજાવી રહ્યા છે. જૂની અને નવી કટલેરી બજારના ચાર વિભાગ આવેલા છે. ચારેય વિભાગની અંદર અલગ અલગ મંત્રીઓ પણ પોતાના વિસ્તારમાં સેવાઓ બજાવી રહ્યા છે.

કટલેરી બજારના દરેક કાર્યક્રમો જેવા કે સ્નેહ મિલન, અધિકારીઓ તેમજ દાતાશ્રીઓના સન્માન, કોઈપણ સમૂહ લગ્નમાં સેવા સહિતના વગેરે જેવા કાર્યક્રમ પણ કટલેરી બજાર એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે તન, મન અને ધન થી કટલેરી બજાર એસોસિએશનને મદદરૂૂપ થતા ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને અર્જુન ક્ધટ્રક્શનના બિલ્ડર એવા નિકુલભાઈ ચંદ્રવાડીયા તથા 108 ના મોટા પપ્પા તરીકે ઓળખાતા રાજપુત સમાજના પ્રમુખ હરપાલસિંહ રણુભા જાડેજા તેમજ તેના લઘુબંધુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા તેમજ કટલેરી બજારના જ તિરુપતિ લેધર વાળા રાજુભાઈ લાલાણીનું આ તકે ઉપલેટા કટલેરી બજાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કટલેરી બજાર એસોસિએશનના કારોબારી સભ્યો સાથે મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે ભોજન સમારંભ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, એનાઉન્સ વગેરે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ તેમજ પત્રકાર અને કટલેરી બજાર એસોસિએશનના કારોબારી સભ્ય દિનેશભાઈ ચંદ્રવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement