ધો.1થી 12માં 20 નહી 14 પુસ્તકો નવા શૈક્ષણિક વર્ષથી બદલાશે
NCERT દ્વારા સમયસર પુસ્તકો પ્રસિદ્ધ ન કરવામાં આવતા ધો.3 અને 6ના છ પુસ્તકો નહીં બદલાય
રાજ્યની ધોરણ-1થી 12ની સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે 14 જેટલા વિષયોના પુસ્તકો બદલવામાં આવશે. અગાઉ પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા 20 જેટલા પુસ્તકો બદલવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ NCERT દ્વારા સમયસર પુસ્તકો પ્રસિદ્ધ કરવામાં આવ્યા ન હોવાના પગલે 6 પુસ્તકો બદલવાનું હાલ પુરતુ મોકૂફ રખાયું છે.
જેથી આગામી વર્ષે આ 6 પુસ્તકોમાં કોઈ જ ફેરફાર થશે નહીં. રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ-3 અને 6ના પુસ્તકો સમયસર મળ્યા ન હોવાથી આગામી વર્ષે બદલાશે નહીં. આ ઉપરાંત ધોરણ-2ના પણ બે પુસ્તકો નવા વર્ષથી બદલાશે નહીં.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણનીતિને ધ્યાને રાખી નિરંતર પુસ્તકોમાં કેટલાક ફેરફારો કરવામાં આવે છે. કેટલાક પુસ્તકોમાં માત્ર પ્રકરણ બદલાતા હોય છે તો કેટલાક વિષયમાં આખુય પુસ્તક નવું અમલમાં મુકવામાં આવતુ હોય છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા દ્વિભાષી પુસ્તકો ભણાવવાના પણ શરૂૂ કરવામાં આવ્યાં છે. ક્રમશ: ધોરણમાં દ્વિભાષી પુસ્તકોનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
ધોરણ.1થી 12માં જુદા જુદા 20 જેટલા વિષયના પુસ્તકો બદલાવા અંગે 24 સપ્ટેમ્બર, 2024ના રોજ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
આ 20 જેટલા પુસ્તકો બદલવા માટે જાહેરાત કરવામાં આવી ત્યારે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ધોરણ-3માં ગણિત અને પર્યાવરણ તેમજ ધોરણ-6માં ગણિત અને વિજ્ઞાનનું પુસ્તક બદલાશે. પરંતુ આ વિષયોમાં ગઈઊછઝના પુસ્તકો ગુજરાતી માધ્યમમાં પ્રસિદ્ધ કરે ત્યારબાદ સમયમર્યાદાને ધ્યાને લઈ અમલ કરવામાં આવશે તેવો નિર્ણય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા લેવાયો હતો. પરંતુ NCERT દ્વારા આ વિષયના પુસ્તકો હજુ સુધી પ્રસિદ્ધ કરવામાં આવ્યાં જ નથી. આમ, સમયસર પાઠ્ય પુસ્તક મંડળને ગુજરાતી માધ્યમના પુસ્તકો મળ્યા ન હોવાથી આ પુસ્તકો તૈયાર કરી શકાય તેમ ન હોવાનું સામે આવ્યું છે.
આમ NCERT દ્વારા સમયસર પુસ્તકો પ્રસિદ્ધ કરીને આપ્યા ન હોવાથી પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ-3 અને 6ના 4 જેટલા પુસ્તકો નવા વર્ષથી બદલવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખ્યો હોવાનું સામે આવ્યું છે. ધોરણ-3માં ગણિત અને પર્યાવરણ તેમજ ધોરણ-6માં ગણિત અને વિજ્ઞાન વિષયના પુસ્તકો નવા વર્ષથી બદલવામાં નહીં આવે. આ ઉપરાંત ધોરણ-2ના ગુજરાતી પ્રથમ ભાષા અને ગુજરાતી દ્વીતીય ભાષાના પુસ્તકો પણ નવા વર્ષથી બદલવામાં નહીં આવે. ચાલુ વર્ષે આખુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ પણ ઉર્દુ માધ્યમની શાળાઓમાં ગઈઊછઝના કેટલાક પુસ્તકો પહોચ્યા જ નથી. એ સિવાય પણ અનેક સ્કૂલોમાં પુસ્તકો પહોચ્યા ન હોવાની ફરિયાદો ઉઠી હતી.
