દરેડ-પડાણા અને જામજોધપુરમાં જુગારના ચાર દરોડામાં 14 ઝડપાયા
જામનગર તાલુકાના દરેડ, પડાણા તેમજ જામજોધપુરમાં પોલીસે જુદા જુદા ચાર સ્થળોએ જુગાર અંગેના દરોડાઓ પાડી કુલ 14 શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રર,910ની રોકડ સહિતની માલમત્તા કબ્જે કરવામાં આવી છે.
જામનગર તાલુકાના શેઠવડાળા ગામે ખીમાભાઈ પોલાભાઈના રહેણાંક મકાન પાસે જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમતાં મહેશ ગોરધનભાઈ ડાભી, બાબુભાઈ વીરાભાઈ રાઠોડ, વિજય ધરમશીભાઈ ઝીંઝુવાડિયા, નરેન્દ્રસિંહ નટુભા જાડેજા, ખીમાભાઈ પોલાભાઈ ગાજરોત્તર અને રણમલભાઈ દેવાભાઈ બારિયા સહિત છ શખ્સોને પોલીસે ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 1ર,7ર0 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત જામનગર તાલુકાના દરેડ ગામે જીઆઈડીસી ફેઈઝ 3 પાસે ગંજીપના વડે જુગાર રમી રહેલ નેમચંદ લાલારામ ભોજપાલ, સુનિલ કિશનલાલ સક્સેના, નરેન્દ્રસિંહ રામચરણ સંચોલી સહિત ત્રણ શખ્સોને ઝડપી લઈ પોલીસે તેઓ પાસેથી રોકડ રૂૂપિયા ર340 કબ્જે કર્યા હતા.
જ્યારે જામજોધપુરના ઝીણાવારી ગામે ગંજીપના વડે જુગાર રમતાં અશોક વશરામભાઈ ચૌહાણ, ધીરૂૂભાઈ ચંદુભાઈ ચૌહાણ અને શૈલેષ ગોવાભાઈ શિર નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ પોલીસે તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 7080 કબ્જે કર્યા હતા. આ ઉપરાંત જામનગર નજીકના મેઘપર પડાણાના ઝાખર ગામ પાસે પોલીસે રોન પોલીસનો જુગાર રમી રહેલા અશોકસિંહ ભીખુભા ચુડાસમા અને જીગર ધીરૂૂભાઈ દૂધરેજિયા નામના બે શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 770 કબ્જે કર્યા હતા.