ઢસામાં 38 લાખની 13,923 દારૂની બોટલ પર રોલર ફરી વળ્યું
11:10 AM Jan 25, 2025 IST | Bhumika
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઢસા પોલીસે એક મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે અગાઉ જપ્ત કરેલા વિદેશી દારૂૂના મોટા જથ્થાનો સત્તાવાર રીતે નાશ કર્યો હતો. કુલ રૂૂપિયા 38 લાખ 52 હજારની કિંમતની 13,923 વિદેશી દારૂૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.આ કાર્યવાહી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રોડ રોલર ફેરવીને દારૂૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ પગલું દારૂૂબંધીના કાયદાનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા અને ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી સામે કડક કાર્યવાહીના ભાગરૂૂપે લેવામાં આવ્યું હતું.પોલીસની આ કાર્યવાહી રાજ્યમાં દારૂૂબંધીના કડક અમલીકરણનો સંદેશો આપે છે અને ગેરકાયદે દારૂૂની હેરાફેરી કરનારાઓમાં ડર પેદા કરશે. આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવી ચેતવણી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે.
Advertisement
Advertisement