મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસ કામોના 130 કરોડના ખર્ચને બહાલી
સીસીરોડ, કચરા વર્ગીકરણ, સ્ટ્રીટ લાઇટ, પાઇપ લાઇન, નેટવર્ક સહિતના કામોને મંજૂરી
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડની કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કામોનાં 130 કરોડથી વધુનાં ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જેમાં કચરાના વર્ગીકરણ માટે સવા છ કરોડથી વધુની રકમ ખર્ચ કરવામાં આવશે.
જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે તા. 23-08-2024 નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ 10 સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત મેયર વિનોદભાઈ એન. ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની પણ હાજર રહયા હતા.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2023-24 ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. 10 તથા વોર્ડ નં. 11 માં આવેલ સુભાષ બ્રીજ તથા નવનાલા બ્રીજના સેન્ટર પોર્સનમાં ડબલ્યુ ટાઈપ મેટલ બીમ કેશ બેરીયર ફીટ કરવાના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રી-ટેન્ડર કારવા નિર્ણય કરવા મા આવ્યો હતો.
1લી મે-2023 ગુજરાત સ્થાપના દીનની રાષ્ટ્રીય પર્વની ઉજવણી યોજનાની ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અંતર્ગત સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં.11 રાજકોટ હાઈવે ઈસ્કોન મંદિર સામે થી જામનગર મહાનગરપાલિકા સંચાલિત સેલ્ટર હોમ સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂા. 10 લાખ મંજુર કરાયું હતું.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2023-24ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં.15 મયુર ટાઉનશીપ ગેઇટથી શાલીગ્રામ હોસ્પિટલ ના છેડા સુધી સી.સી. રોડ બનાવવા માટે રૂા.10.90 લાખ , કેબલ ટી.વી. મનોરંજન કર/વ્યવસાય વેરા ગ્રાન્ટ(સ્વભંડોળ) અન્વયે સીવીલ શાખા સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં.5, 9, 13 અને 14)માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચ વર્ક(સી.સી. ચરેડા) ના કામ માટે રૂૂા. 18.49 લાખ , કસ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં.15) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/ સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ માટે રૂૂ . રૂૂા. 20 લાખ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આંતરમાળખાકીય સુવિધાની વર્ષ 2024-25 ની ગ્રાન્ટ અંતર્ગત સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 10, 11 અને 12) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂૂા. 7.50 લાખ નું મંજુર મંજૂર કરાયું છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2023-24 ની આંતરમાળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. 15 માં ન્યુ નવાનગર સોસાયટીની આંતરિક શેરીઓમાં સી.સી. રોડનું કામ તથા નિલકંઠ પાર્ક, આવાસ થી મયુર ટાઉનશીપની છેલ્લી શેરી સુધી સી.સી. રોડના કામ અંગે રૂૂ. રૂા. 8.20 લાખ , સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આંતરમાળખાકીય સુવિધાની વર્ષ 2024-25 ગ્રાંટ અંતર્ગત સીવીલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. 10,11 અને 12) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ માટે રૂા.5 લાખ, સ્પેશ્યલ આસી. ગ્રાંટ પાર્ટ-1 અને પાર્ટ-6 અંતર્ગત ના કામો સૂચવવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂા.121 કરોડના કામોની સૈધ્ધાંતિક મંજુરી, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ માં દરખાસ્ત કરવા અંગે ઠરાવ કરાયો હતો.
વોટર વર્કસ શાખા હસ્તક ના રણજીતનગર ઝોન વિસ્તાર માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રીક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અન્વયે વધારાના કામનું ખર્ચ તથા સને 2024-25નો આર.સી. મંજુર થવા અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 13.32 લાખ , સમર્પણ ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્યુનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બ્રીક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે વધારાના કામ નું ખર્ચ તથા સને 2024-25 નો આર.સી. મંજુર થવા.માટે વાર્ષિક ખર્ચ રૂૂા. 14.89 લાખ મંજુર , જામ નું ડેરૂૂ અને પાબારી હોલ ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બ્રીક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે વાર્ષિક ખર્ચ રૂૂા. 12.12 લાખ , ગોકુલનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઇપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બ્રીક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે વધારા ના કામ નું ખર્ચ તથા સને 2024-25 નો આર.સી. મંજુર થવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે વાર્ષિક ખર્ચ રૂૂા. 13.89 લાખ , રવિપાર્ક ઝોન વિસ્તારમાં સ્ટ્રેધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બ્રીક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે નવો આર.સી. મંજુર થવા મટે વાર્ષિક ખર્ચ રૂૂા. 8.37 લાખ, પવનચકકી ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્યુનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઇપ લાઇન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે વધારાના કામનું ખર્ચ તથા સને 2024-25નો આર.સી. મંજુર થવા અંગે રજૂ થયેલ દરખાસ્ત અન્વયે વાર્ષિક રૂૂા. 15.19 લાખ મંજુર કરવામા આવ્યો હતો.