રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

140 નગરપાલિકા પાસે નર્મદાનું 1,297 કરોડનું લેણું

05:13 PM Dec 04, 2023 IST | Sejal barot
Advertisement

રાજ્યની 140થી વધુ નગર પાલિકાઓમાં આઠ મહાનગર પાલિકાઓને સરદાર સરોવર નર્મદા બંધમાંથી પીવાનું પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. આ સપ્લાય બદલ વોટર ચાર્જીસ પેટે રકમ ચૂકવવાની થાય છે. પરંતુ ઘણા લાંબા સમયથી આ વોટર ચાર્જીસના નાણા નથી ચુકવાયા. તે બદલ નર્મદા નિગમ દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ જેવો નર્મદા નિગમ એસએસએનએલના ઇન્ચાર્જ એમડી છે.
તેમણે જળ સંપતિ વિભાગના સચિવ કે.એ. પટેલને પત્ર લખીને વર્ષોના બાકી નીકળતા વોટર ચાર્જીસ પેટે ₹1,297 કરોડથી વધુ રકમ ચૂકવવા આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે. આવતા દિવસોમાં જો આ રકમ ચૂકવવામા નહિં આવે તો મિલકતો પર બોજો દાખલ કરવામાં આવશે અને પાણી બંધ કરી દેવામાં આવે તો નવાઈ પામવુ નહિ.
ગુજરાત રાજ્ય નર્મદા નિગમ દ્વારા ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ મારફતે શહેરી નાગરિકોની પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. નગરપા લિકાઓને મહાનગરપાલિકાઓ ઉપરાંત ઔદ્યોગિક વસાહતોને આ પાણી પૂરું પાડવા બદલ નિર્ધારિત રકમ વસુલ કરવામાં આવે છે. જે દર 1000 લિટર દીઠ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ નગરપાલિકાઓને ઔદ્યોગિક વસાહતો લાંબા સમયથી પાણી પુરવઠા વ્યવસ્થા બોર્ડને પાણી પેટે કરોડો રૂપિયાનો બિલ ચૂકવવાનું બાકી છે. આ બાકી રકમ ઓગસ્ટ 2023ના અંતે વધીને 961 કરોડ 74 લાખ રૂૂપિયા થાય છે. જ્યારે 335 કરોડ 44 લાખ પેનલ્ટી ચુકવાની છે. જળ સંપતિ સચિવ મુકેશ પુરીએ પત્ર લખી અને તાત્કાલિક આ રકમ વસૂલવા સૂચના આપી છે.
વર્ષ 2021માં નર્મદાના બાકી રહેલા વોટર ચાર્જીસની વસુલાત ન થતા સમયે જળ સંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ઔદ્યોગિક એકમોને પાણી વેરો તેમજ પેનલ્ટી ચૂકવી ન રહ્યા હોવાથી મિલકત પર બોજો દાખલ કરવાની જાહેરાત કરી હતી. પણ આ જાહેરાતના ત્રણ વર્ષ પછી પણ કડક ઉઘરાણીના અભાવે મુદલ વતા પેનલ્ટીની રકમમાં ઉતરોતર વધારો નોંધાયો છે. હવે જળ સંપતિ વિભાગ એ બાકીદારો સામે કડક વસૂલાત કરવા માં આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. અત્રે નોંધવું જરૂૂરી છે ઔદ્યોગિક એકમો નર્મદાના પાણીના ઉપયોગ પછી પણ રકમ ચૂકવતા નથી.

Advertisement

Tags :
1140297 crore owed by Narmadagujaratmunicipalitiesto
Advertisement
Next Article
Advertisement