રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વોર્ડ નં.14માં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી પાણી વિહોણા

05:32 PM Jan 13, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (પ્રમુખ- ફરિયાદ સેલ રાજકોટ શહેર કોંગ્રેસ) ની યાદી મુજબ રાજકોટ શહેરના વોર્ડ નંબર 14માં વધુ એક વખત પાણીની પાઇપલાઇન માં ભંગાણ થતાં શહેરના કોઠારીયા કોલોની અને માસ્તર સોસાયટીમાં આજે પાણી વિહોણા રહેશે. શહેરના વોર્ડ નંબર 14માં વખતો વખત પાણીની પાઇપલાઇનો માં બિસ્કીટ ની જેમ ભંગાણ થઈ રહ્યું છે. અગાઉ આ વોર્ડ 14 એ વોર્ડ 15 અને વોર્ડ નંબર 19 નો ભાગ હતો તત્કાલીન સમયે વોર્ડ નંબર 15માં ડી આઇ પાઇપલાઇન પથરાઈ ગઈ હતી પરંતુ તત્કાલીન સમયના વોર્ડ નંબર 19 ના જે ભાગો આવે છે તેમાં કોઠારીયા કોલોની (પાટે), ભક્તિનગર સોસાયટી, વાણીયાવાડી, ગોપાલ નગર, ગાયત્રી નગર, મિલપરા, શ્રમજીવી સોસાયટી, આનંદ નગર, ગીતા નગર સહિતના જે વિસ્તારો આવે છે તેમાં અવારનવાર પાઇપલાઇનમાં ભંગાણ થાય છે અને ડહોળા અને ગંધાતા પાણીની વ્યાપક ફરિયાદો તંત્ર ના રેકોર્ડ પર છે.

કારણકે તત્કાલીન સમયે વોર્ડ નંબર 15 નું ટેન્ડર પાસ થયું હતું પરંતુ ત્યાર પછી વોર્ડ નંબર 19 ના જે હાલ વોર્ડ નંબર 14 ના ભાગો છે તે વિસ્તારમાં પચાસેક વર્ષ જૂની પાઇપલાઇનો હોવાને પગલે ભંગાણ થતું જ રહે છે. આ વિસ્તાર ડી આઇ પાઇપ લાઇનથી વંચિત છે. તેમાં ડી આઇ પાઇપલાઇન નાખવા વખતો વખત રજૂઆતો પણ કરવામાં આવી છે. આજરોજ રાત્રે પાણીની 24 કલાકની ગુરુકુળ ઝોનની પાઇપલાઇન તૂટી જતા સવારે પાણી ન મળતા મહિલાઓએ ગજુભાને ફરિયાદ કરતા અધિકારીઓને આ બાબતે જાણ કરી પાણીની પાઇપલાઇન ગરબી ચોક, પાસે કોઠારીયા કોલોની પાસે લાઈનમાં ભંગાણ પડતાં ઘટના સ્થળે દોડી જઈ ઉપસ્થિત આસિસ્ટન્ટ ઇજનેર અને કોન્ટ્રાક્ટરો પાસેથી વિગત લઈ ડેપ્યુટી ઇજનેર અને સીટી ઇજનેર ને સ્થળ ઉપરથી તાત્કાલિક લાઈન મરામત કરી પાણી વિતરણ ચાલુ કરવા રજૂઆત કરી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement