For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

10 વર્ષમાં 12000 કરોડનું દૂધ પીવડાવ્યું છતાં 3.23 લાખ બાળકો કુપોષિત!

03:49 PM Aug 19, 2024 IST | Bhumika
10 વર્ષમાં 12000 કરોડનું દૂધ પીવડાવ્યું છતાં 3 23 લાખ બાળકો કુપોષિત
Advertisement

સંજીવની યોજનામાં આખલા તગડા થાય તેવી સ્થિતિ, અનેક યોજનાઓ લાવવા છતાં ગરીબ બાળકોમાં કુપોષણ યથાવત

માથાદીઠ સરેરાશ માસિક ખર્ચના ઇન્ડેક્સમાં પણ ગુજરાત કરતાં 11 રાજ્યો આગળ

Advertisement

ગુજરાતમાં બાળકોને કૂપોષણથી બચાવવા સરકાર દર વર્ષે કરોડો રૂપીયાનો ખર્ચ કરે છે અને અનેક યોજનાઓ અમલમાં છે. આમ છતાં રાજયમાં 3.23 લાખથી વધુ બાળકો કુપોષણથી પીડાઇ રહ્યાનો આંખો પહોળી કરે દેતો આંકડો જાહેર થયો છે.

સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, ગુજરાત ઔદ્યોગીક અને વ્યાપારીક્ષેત્રે દેશમાં હરણફાળ ભરતું રાજય છે અને દેશના જીડીપીમાં ગુજરાતનો સિંહફાળો હોવાનો સરકાર દ્વારા દાવો કરાય છે. પરંતુ લિવિનગ સ્ટાન્ડર્ડમાં ગુજરાતનો નંબર 10મો છે જયારે ગ્રામિણ કક્ષાએ તો લિવિંગ સ્ટાન્ડર્ડમાં ગુજરાત ઠેઠ 13માં સ્થાને ધકેલાયું છે.
કુપોષણ સામેની લડાઇમાં દૂધ, ભોજન અને ટેકહોમ રેશન હેઠળ રાજ્ય સરકાર વર્ષે 2500 કરોડનો ખર્ચ કરે છે છતાં રાજ્યના બાળકોનું કુપોષણ દૂર થઇ શકતું નથી. કુપોષણની સ્થિતિમાં ગુજરાતનો ક્રમ દેશમાં ત્રીજો છે. છેલ્લા 10 વર્ષમાં આદિજાતિ મહિલા અને બાળકોને સરકારે દૂધ સંજીવની યોજનાથ હેઠળ 12000 કરોડ રૂૂપિયાનું દૂધ પીવડાવ્યું છે પરંતુ દૂધના આ પૈસા કોના ખિસ્સામાં ગયા છે તે સમજી શકાય તેવું છે કારણ કે આટલું દૂધ આપવા છતાં રાજ્યમાં ગરીબ પરિવારોના 3.23 લાખથી વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યાં છે.

દૂધની યોજનામાં આંગણવાડી કેન્દ્રના છ માસ થી છ વર્ષના બાળકોને સપ્તાહમાં પાંચ દિવસ 100 એમએલ અને સગર્ભા-ધાત્રી માતાઓને સપ્તાહમાં બે દિવસ 200 એમએલ ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. આટલું દૂધ અને કરોડોના ખર્ચ પછી પણ બાળકો અને તેમની માતાના પોષણમાં ફરક પડ્યો નથી. મતલબ કે દૂધ પીવડાવનારા તગડા થઈ ગયા છે.

દેશમાં જીવન ધોરણ નક્કી કરવા માટે ઘરગથ્થું ગ્રાહક ખર્ચ સર્વેક્ષણ (HCES) ના આધારે માથાદીઠ સરેરાશ માસિક વપરાશ ખર્ચ (MPCE) નક્કી થાય છે. છેલ્લા રિપોર્ટ પ્રમાણે આ કેટેગરીમાં ગુજરાતનું સ્થાન સૌથી ખરાબ સ્ટેટ્સમાં આવે છે. દેશમાં તેલંગાણા, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરલ, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી અને ગોવા શહેરી વિસ્તારોમાં ગુજરાત કરતાં આગળ છે.

લિવિંગ સ્ટાન્ડર્ડમાં પણ સમૃધ્ધ ગુજરાત 10મા સ્થાને

ગુજરાતનું શહેરી MPCE અંદાજિત 6683 રૂપિયા અને ગ્રામીણ 3820 રૂપિયા છે. તેનો સીધો અર્થ છે કે, લિવિંગ સ્ટાન્ડર્ડમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ છે. શહેરી MPCEમાં પ્રથમ નંબરે 8251 રૂપિયા સાથે તેલંગાણા આવે છે અને ગુજરાતનો ક્રમ 10મો છે, જ્યારે ગ્રામીણ MPCEમાં પ્રથમ ક્રમે 5960 રૂપિયા સાથે કેરાલા છે અને ગુજરાતનો નંબર 13મો આવ્યો છે. ગ્રામીણ MPCEમાં ગુજરાત રાષ્ટ્રીય લેવલ કરતાં પણ નીચું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement