રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્કોલરશિપ અને સહાયના નામે 12 હજાર લોકો સાથે ઠગાઇ

04:14 PM Aug 01, 2024 IST | admin
Advertisement

અમદાવાદની સોચ ફાઉન્ડેશન સંસ્થાનું કૌભાંડ, ફોર્મ ભરવાના નામે લાખો રૂપિયા ઉઘરાવી લીધા

Advertisement

અમદાવાદમાં એક ભેજાબાજે એનજીઓના નામે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને મહિલાઓને કપાસીયા તેલ સસ્તા ભાવે આપવાના બહાને 12 હજાર લોકો સાથે છેતરપીંડી કર્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. આ મામલે અમરાઇવાડી વિસ્તારમાં એનજીઓ ચલાવતા શખ્સ અને તેના સાગ્રીતોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
આરોપીએ અમરાઈવાડી વિસ્તારમાં સોચ ફાઉન્ડેશન નામની એનજીઓ 2020માં શરૂૂ કરી હતી. જેમાં અનેક લોકોને નોકરીઓ આપી હતી. આરોપીના ત્યાં થોડા સમય પહેલા ફરિયાદી રોહિણી મરાઠી ટીમ લીડર મહિને 25 હજાર પગારમાં નોકરી એ લાગ્યા હતા. રાહુલ પરમાર તેઓને સોચ સંસ્થા બાળકો અને મહિલાઓ માટે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરતી હોવાનું જણાવ્યું હતું. જે બાદ રાહુલે ફરિયાદીને બે પ્રોજેક્ટ આપ્યા હતા.
જેમાં એક વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ મિશન સુનેહરા ભવિષ્ય સ્કોલરશીપ પ્રોજેક્ટ હતો અને મહિલાઓને કપાસિયા તેલ આપવાનો પ્રોજેક્ટ હતો.

ે બન્નેમાં ફરિયાદીએ ફોર્મ ભરવાની અલગ અલગ ફી પેટે કુલ 22 લાખ રૂૂપિયા આરોપીના ત્યાં જમા કરાવ્યા હતા. જોકે આરોપીએ કોઈ પણ વિદ્યાર્થીને સ્કોલરશીપ કે મહિલાને તેલ ન આપી છેતરપિંડી આચરી હતી.
બ્લફ માસ્ટર આરોપી રાહુલ પરમારે બનાવેલા આ પ્રોજેક્ટની વાત કરીયે તો અભ્યાસ માટે સ્કોલરશીપ પ્રોજેક્ટમાં આંગણવાડી થી ધોરણ 6 સુધીના બાળકોને 1 હજાર રૂૂપિયાની સ્કોલરશિપ, તેમજ ધોરણ 7 થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટે 1500 રૂૂપિયા અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને મીશન સુનેહરા ભવિષ્ય સ્કોલરશીપ પ્રોજેક્ટ આપવાની વાત કરી હતી. જેમાં એક એક વિદ્યાર્થી દિઠ 200 રૂૂપિયા ફોર્મની ફી મેળવી હતી.
ફરિયાદીએ અલગ અલગ જગ્યાઓ પર ફરીને કુલ 8 હજાર વિદ્યાર્થીઓના સ્કોલરશીપના ફોર્મ ભરી 16 લાખ રૂૂપિયા રાહુલને જમા કરાવ્યા હતા. તેમજ કપાસિયા તેલ આપવાના પ્રોજેક્ટમાં ફરિયાદીએ 150 રૂૂપિયા ફોર્મ ફી પેટે કુલ 4 હજાર બહેનો પાસેથી 6 લાખ રૂૂપિયા લઈ બ્લફ માસ્ટર રાહુલ પરમારને આપ્યા હતા.

જોકે બાદમાં આરોપી બ્લફ માસ્ટરે કોઈ પણ વ્યક્તિને એક પણ રૂૂપિયા કે વસ્તુઓ અને પગાર ન આપીને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો હતો બ્લફ માસ્ટર રાહુલ પરમાર હજારો લોકો સાથે ઠગાઈ થતા અનેક ભોગ બનનારા એકત્ર થઈને અમરાઈવાડી પોલીસ મથકે થોડા દિવસો પહેલા પહોંચ્યા હતા. આ મામલે રજૂઆત કરી હતી. આ ઘટનાને લઈને અંતે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં બ્લફ માસ્ટર રાહુલ પરમાર સામે છેતરપિંડીનો ગુનો નોંધીને બ્લફ માસ્ટરને ઝડપવા અમરાઈવાડી પોલીસે કમર કસી છે.

Tags :
ahemdabadahemdabadnewsfraoudgujaratgujarat newsScholarship
Advertisement
Next Article
Advertisement