બાકીદારોની વધુ 12 મિલકત સીલ, 11 આસામીઓને જપ્તીની નોટિસ
રહેણાંકના 10 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 30.77 લાખની વસૂલાત કરી
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 12 કોમર્શીયલ મિલ્કતો સીલ કરી 11 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી રહેણાકના 10 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 30.77 લાખની વેરાવસુલાત કરી હતી.
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા આજે મોચી બજાર મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ. 1.31 લાખ, દાનાપીઠમાં 1-યુનિટ સીલ મારેલ.(સીલ), જામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.79 લાખ નો ઙઉઈ ચેક આપેલ, જામનગર રોડ પર આવેલ ગાંધી સોસાયટીમાં 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.29 લાખ, રેલનગર મેઇન રોડ પર આવેલ શ્રીજી કોમ્પ્લેક્ષમાં 1-યુનિટને સીલ મારેલ.(સીલ), જામનગર રોડ પર આવેલ ગાંધી સોસાયટીમાં 4-યુનિટને સીલ મારેલ.(સીલ), સદગુરુ લતી પ્લોટ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ, સંતકબીર રોડ પર આવેલ 1-નળ કનેક્શન ક્પાત, ભગીરથ સોસાયટીમા 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.50,000, માર્કેટીગ યાર્ડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.53,700, કુવાડવા રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત કરતાં રીકવરી રૂૂ.50,000/- નો ઙઉઈ ચેક આપેલ, માર્કેટીગ યાર્ડ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.49,900, સંતકબીર રોડ પર આવેલ ભગીરથ સોસાયટીમાં 1-નળ કનેક્શન ક્પાત કરતાં રીકવરી રૂૂ.71,000, મનહર સોસાયટીમાં 1-નળ કનેક્શન કપાત કર્યુ હતું.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.