રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં 12 ઇંચ વરસાદ, અડધું શહેર સ્વિમિંગ પૂલમાં ફેરવાયું

11:07 AM Jul 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાત આખી મેઘરાજાએ ધડબડાટી બોલાવી, અનેક સોસાયટીઓ-રસ્તાઓ પાણીમાં ગરક, શાળાઓમાં રજા જાહેર કરાઇ, લોકોને કામ વગર બહાર નહીં નીકળવા અપીલ

સુરતમાં ગઇકાલે બપોરથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 12 ઇંચ વરસાદ ખબકી જતા અડધુ શહેર સ્વિમિંગ પૂલમાં ફેરવાઇ ગયુ છે. સુરત તથા આસપાસના વિસ્તારોમાં ગઇકાલે સાંજથી અવિરત વરસાદ શરૂ થયો છે અને આજે સવારે પણ વરસાદ ચાલુ રહેતા અનેક સોસાયટીઓમાં ગોઠણથી કમરડૂબ પાણી ભરાઇ ગયા છે. આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ લોકોને કામ વગર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે.

સુરતમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં 11 ઇંચ વરસાદગ પડયા બાદ સવારે 6થી 8 વચ્ચે વધુ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ પણ વરસાદ ચાલુ રહેતા સ્થિતિ વધુ બગડી છે.

સુરત જિલ્લામાં ગઈકાલ (રવિવાર) સાંજે 6 વાગ્યાથી અવિરત વરસાદથી ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરત શહેરમાં મેઘરાજા તોફાની મિજાજ સાથે ત્રાટક્યા હતા. થોડી કલાકોમાં જ સુરત શહેરના રસ્તા, સોસાયટીઓ પાણી પાણી થયા હતા. અનેક જગ્યાઓ પર કમર સુધી પાણી ભરાયા હતા અને વાહનો ડુબ્યા હતા.
ટુ-વ્હિલર અને ફોર-વ્હિલર જેવા વાહનો બંધ પડતા પાણીમાં જ છોડી દેવા પડ્યા હતા. તો કેટલાક લોકો ટુ-વ્હિલર પાણીમાં દોરીને લઈ જતા જોવા મળ્યા.

આમ, શહેરમાં અવરજવર ઠપ થઈ હતી. વરસાદના કારણે સુરતમાં અનેક જગ્યાએ ભારે નુકસાન થયું છે. બીજી બાજુએ ભારે પવન સાથે વરસાદ ખાબકતા ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. આ સિવાય અડાજણ ગામમાં મોટું બેનર ધડાકાભેર નીચે પડી ગયું હતું જેના કારણે નીચે ઉભેલી બાઈકને નુકસાન થયું હતું પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.

સુરત શહેરના વેડરોડ, ડભોલી, ઉધના, લિંબાયત, પાંડેસરા, ઉધના દરવાજા, સહારા દરવાજા, વરાછા ગરનાળા, નાનપુરા, કાદરશાની નાલ, સલાબતપુરા, કતારગામ, સિંગણપોર, રાંદેર, પરવત પાટિયા, એલ.પી. સવાણી રોડ, અડાજણ સહિતના અનેક વિસ્તારોમાં અડધો કલાકમાં જ પાણી ભરાયા હતા. તો નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના ઘરથી નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે સાંજે સુરત શહેરને વરસાદે જળબંબાકાર બનાવી દીધું હતું. પાણી ભરાયા બાદ અનેક માર્ગો આપમેળે બંધ થઈ જતાં ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજના ચેમ્બર પાસે કચરો ભરાવાના કારણે પાણીના નિકાલમાં સમસ્યા સર્જાઈ હતી. આ સ્થિતિમાં કેટલાક વિસ્તારોમાં સવાર સુધી પાણી ઉતર્યા ન હોવાની સ્થિતિ જોવા મળી હતી.

બલેશ્વર ખાતે આવેલી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. ખાડીના પાણી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી વળ્યા હતા. નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. પાણી હાઇવે પર આવવા 3થી 4 કિમીનો લાંબો રન કાપવા લોકો મજબૂર બન્યા હતા. બીજી તરફ ખાડીની સામે પાર રહેતાં 40 પરિવારોને જળભરાવને લઇ હાલાકી ઉભી થઇ છે. માત્ર ચાર ઇંચ વરસાદથી બલેશ્વરની ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. સુરત-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી.

ખાડીમાં પૂર આવતા 37 છાત્રોનું રેસ્ક્યૂ, બિલેશ્ર્વરમાં 22ને બચાવાયા
સુરતમાં ખાડી પૂરમાં 37 વિદ્યાર્થીઓ ફસાતા દિલધડક રેસ્ક્યૂ કરાયુ છે. જેમાં ચાર છાત્રાલયનો સ્ટાફ પણ ફસાયો હતો. ત્યારે સુરત ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યૂ કરી તમામને બચાવ્યા છે. તેમાં સરથાણા પોલીસ પણ મદદમાં આવી હતી. તમામને કોમ્યુનિટી હોલ લઈ જવામાં આવ્યા છે. તેમજ પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પૂર આવતા 50થી વધુ પરિવારો ફસાયા હતા. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઇ છે. જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાડી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા 50થી ઘરના રહીશોના જીવ પડીકે બંધાયા છે. બલેશ્વરથી હાઈવે અને બગુમરા તુંડી રોડ તેમજ બગુમરા રોડ જોડતા પુલ પાણીમાં ગરકાવ થયા છે.બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડી તોફાની બની છે. ખાડીના પાણી ગામના ફળિયામાં ઘુસ્યા છે. જેમાં ફાયરની ટીમે 20 લોકોને રેસ્ક્યુ કર્યા છે.

Tags :
gujaratgujarat newsMonsoonrainrain fallsuratsurat news
Advertisement
Next Article
Advertisement