કલ્યાણપુરમાં વરસેલા 12 ઈંચ વરસાદથી દુકાનો-ઘરમાં પાણી ભરાયા
કલ્યાણપુર તાલુકામાં ગત મોડી રાત્રિથી આજ સાંજ સુધીમાં તાલુકાના ભાટીયા-રાવલ-લાંબા બંદર, હર્ષદ-રાવલ-કેનેડી સહિતનાં ગામોમાં અનરાધાર વરસાદ પડી જતાં ચોવીસ કલાકમાં 12 ઈંચ થી વધુ વરસાદ નોંધાતા ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું હતું અને નાના મોટા તળાવો, ચેકડેમો, નદી નાળા ભરાઈ ગયા હતાં. કેનેડી ભાટીયા-રાવલ, લાંબા, હર્ષદ, ગાંધળીમાં નિચાણવાળા મકાનો દુકાનોમાં પાણી ભરાયા હતાં. જ્યારે વરસાદને લીધે સુર્યાવદર, રાવલ રોડ કલાકો સુધી બંધ રહેલો અને ભાટીયા-ભોગાત રોડ પણ કલાકો સુધઈ બંધ રહેલો હતો. ભારે વરસાદથી ખેતરોમાં દોઢથી બે ફુટ પાણી ભરાયા હતાં અને તાલુકાના અનેક ગામોમાં વિજ પુરવઠો બંધ રહ્યો હતો. તાલુકાના નંદાણા, રાણ, લીંબડી, મેવાસા, વિરપર, આસોટા, બાંકોડી, ગઠકા, પટેલકા, ભોગાત, બામણાસા, માલેતા સહિતના ગામોમાં સારો વરસાદ પડયાના સમાચાર છે.
પાણી ભરાવવા ઉપરાંત અતિ ભારે વરસાદ સર્વત્ર તાલુકામાં હોવાના લીધે તંત્ર દ્વારા ડીએલઆરએફની ટીમને સાવચેતીના પગલાના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે.
(તસ્વીર : અમિત કાનાણી)