રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

RTOમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા 12 કલાક ડ્રાઇવિંગ ટેેસ્ટ

05:12 PM Feb 20, 2024 IST | Bhumika
Advertisement

આરટીઓ કચેરીના પોર્ટલમાં વારંવાર ખામી સર્જાતા કામગીરી પર તેની અસર પડી રહી છે. હાલ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સ્લોટ ફાળવવા છતા પણ મોટી સંખ્યામાં વેઇટીંગ રહેતું હોય તેને સરળ બનાવવા હવે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ શરૂ રાખવા અને કર્મચારીઓને ડબલ શીફટમાં કામગીરી સોંપવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ અને નાગરિકોના હિતમાં નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે, RTOના અધિકારી અને કર્મચારી હવે ડબલ શિફ્ટમાં કામ કરશે. છઝઘ વિભાગનો સર્વર બંધ થયાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેટિંગને ઓછું કરવા માટે ટેસ્ટ ટ્રેક સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત કરવામાં આવશે.

RTO અધિકારીઓ ડબલ શિફ્ટમાં કામ કરશે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, હવે RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફ્ટમાં કામ કરશે. જેમાં પ્રથમ શિફ્ટ અને બીજી શિફ્ટમાં ક્યાં અધિકારીઓ હાજર રહશે જેમના નામ સાથે ડ્યુટીની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, પાલનપુર અને અમદાવાદ પૂર્વ છઝઘમાં ભારે વેટિંગ ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, 21 ફેબુઆરીથી ડબલ શિફ્ટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવામાં આવશે.

ડ્રાઈવિંગ ટેસ્ટમાં પણ ભારે વેઇટિંગ રહેતા રાજ્ય વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. ખાસ વાત એ પણ છે કે, રાજ્યના અમુક શહેરોની છઝઘ કચેરીમાં કામ-કાજનું ભારણ પણ વધુ છે જેના કારણે વાહન ચાલકોને અવાર નવાર ધક્કા ખાવાનો પણ વારો આવતો હોય છે. જો કે, ડબલ શિફ્ટમાં કામગીરી થવાથી વધતુ જતુ કામનું ભારણ પણ ઘટશે અને લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડશે નહી

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRajkot RTO
Advertisement
Next Article
Advertisement