રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 1110 બોન્ડેડ તબીબોની નિમણૂક કરાઇ

03:40 PM Jul 26, 2024 IST | admin
Advertisement

લોકોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે રાજ્ય સરકારનો પ્રયાસ; ખાલી જગ્યા ત્વરિત ભરાશે

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં 1110 જેટલા બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યાં છે.
રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં નવનિયુક્ત આ બોન્ડેડ તબીબો બેકબોન સાબિત થશે. આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે.

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની 31 ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 132, 51 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 119, 222 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 310, 495 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 430 અને રાજ્યની 57 ઇએસઆઇસી હોસ્પિટલમાં 119 મળીને રાજ્યની 856 હોસ્પિટલમાં કુલ 1110 તબીબો ઉપલબ્ધ થયા છે. તબીબી અધિકારી વર્ગ-2 ની કુલ 1272 જગ્યાઓ પૈકી 1110 તબીબોને આજે નિમણૂંક આપવામા આવી છે. બાકી રહેતી જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવશે. આ તબીબો ઉપલબ્ધ બનતા હવે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં વર્ગ-2ના તબીબની ઘટ્ટ નહીવત બનશે અને ગ્રામીણ આરોગ્ય કક્ષાએ આ સેવાઓ વધુ સુલભ બનશે.

Tags :
bhupendrapatelbondedgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement