રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યાર્ડમાં 1100 વાહનના થપ્પા, સાત કિલોમીટર લાંબી લાઈન

03:55 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

મોરબી રોડ પર આવેલ રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસની આવક શરૂ થઈ ગઈ છે. દિવાળી બાદ યાર્ડ રવિ સિઝનનો પાક આવવાનો શરૂ થતો હોય છે. યાર્ડમાં આજે ચણા એન ઘગાણા સહિતની ચિક્કાર આવક યાર્ડમાં થતાં યાર્ડનું પટાંગણ વિવિધ પાકોથી છલકાયું ગયું હતું રોડ ઉપર પણ સાત કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતાર લાગી હતી.

Advertisement

તાજેતરમાં વાતાવરણના હિસાબે ખેડુતોને જોઈતા પ્રમાણમાં માલ લઈ આપવા સુચના આપવામાં આવી હતી. બાદમાં વાતાવરણ ચોખ્ખુ થતાં માલ લઈ આવવા સુચના આપવામાં આવતા જેથી રાજકોટ સહિત 180થી વધારે ગામડાના ખેડુતો દ્વારા ધાણા, ચણા, અન્ય જણસી લઈ આવવામાં આવી હતી જેથી યાર્ડમાં વિવિધ જણસથી છલકાઈ ગયું હતું અને 1100 જેટલા વાહનના થપ્પા લાગી ગયા હતાં.
શિયાળાની મોસમ વિદાય લઈ રહી છે અને ઉનાળો નજીક આવી રહ્યો છે. ત્યારે યાર્ડમાં મસાલાની સિઝન પણ શરૂ થવા ઉપર હોય ધાણા, મરચા, હળદર, જીરૂ સહિતની જણસી ધીમે-ધીમે યાર્ડમાં આવી રહી છે આજે યાર્ડમાં ધાણાની 200 ક્વીન્ટલ આવક થઈ હતી. રૂા. 1350થી રૂા. 2100 સુધી સોદા થયાં હતાં. જ્યારે ચણાની 14000 ક્વીન્ટલ આવક થઈ હતી. અને રૂા. 1000થી રૂા. 2250 સુધીનો ભાવ બોલાયો હતો.

રાજકોટ માર્કેટયાર્ડ બહાર ચણા તથા ધાણા અને અન્ય જણસીઓ ના ભરેલા વાહનોની 7 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે 1100 થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ચણા તથા ધાણા ની ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડીરેક્ટરઓ તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Tags :
Bedi Marketing Yardgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement