For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

1100 આરોગ્ય કર્મચારીઓને પાણીચું, 10 હજારથી વધુને નોટિસ

11:27 AM Mar 26, 2025 IST | Bhumika
1100 આરોગ્ય કર્મચારીઓને પાણીચું  10 હજારથી વધુને નોટિસ

સતત દસ દિવસથી ચાલતી હડતાળનું સમાધાન નહીં આવતા એસ્મા લાગુ કર્યા બાદ સરકાર આકરા પાણીએ

Advertisement

ગુજરાતમા આરોગ્ય કર્મચારીઓની છેલ્લા દસ દિવસથી ચાલી રહેલી હડતાલ સામે રાજય સરકારે એસ્મા લગાડયા બાદ કડક પગલા લેવાનું શરૂ કર્યુ છે. ગઇકાલે આરોગ્ય કર્મચારીઓનાં યુનિયનનાં પ્રમુખને છુટા કરવા આદેશ આપ્યા બાદ હવે હડતાલ પર ગયેલા કર્મચારીઓ સામે પણ કાયદાકીય પગલા શરૂ કર્યા છે અને 1100 કર્મચારીઓને છુટા કરી દેવાયા છે જયારે 10 હજારથી વધુને ચાર્જશીટ આપી ખાતાકીય તપાસ શરૂ કરવામા આવી છે.
એસ્મા એક્ટ લાગુ કર્યા બાદ પણ આંદોલન ચાલુ રાખતા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારના આકરા પગલા યથાવત છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ ઉપર સરકારે એસ્મા લગાવ્યો હોવા છતાં છેલ્લા નવ દિવસથી પાટનગરમાં સરકારની સામે પડતર માગણીઓના ઉકેલને લઇ આંદોલન જારી રાખ્યું છે.

બીજી તરફ આરોગ્ય વિભાગે કડક પગલા લેવાનું શરૂૂ કરતા અત્યાર સુધીમાં રાજ્યભરમાં વિવિધ જિલ્લામાં આંદોલન પર ગયેલા 1100 જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે જ્યારે 10 હજારથી વધુ કર્મીને નોટિસ આપી છે. બીજી તરફ સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓએ રાત્રે કેન્ડલ લાઇટ માર્ચ પણ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
પંચાયત હસ્તકના હજારો આરોગ્ય કર્મીઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ યથાવત રાખ્યો છે. જેમાં મહિલા કર્મચારીઓનો પણ મોટી સંખ્યામાં સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાં જ હડતાલ પરના 400 જેટલા કર્મચારીઓને છૂટા કરવાની નોટિસ આપી સરકારે એસ્મા હેઠળ અન્ય જિલ્લાઓમાં કાર્યવાહી કરી છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના અગ્રણીઓએ સરકારના પગલાંને ગેરવાજબી ગણાવી લડત ચાલુ રાખવાનું એલાન કર્યું છે. સરકાર છૂટા કરીને ખોટી રીતે હેરાન કરીને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. કર્મચારી સંઘના મહામંત્રી આશિષ બારોટને પણ સાબરકાંઠામાં છૂટા કરવાનો આદેશ આપ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement