વેલનાથપરા નજીક રહેતી 11 વર્ષની બાળા બિસ્કીટ લેવા જવાનું કહી લાપતા
મોરબી રોડ વેલનાથપરાની સામે શ્રી ગણેશપાર્ક મેઇન રોડ પર રહેતા યુવાને તેમની 11 વર્ષની સાળીનું કોઈ અપહરણ કરી લઇ જતા ફરિયાદ નોંધવામાં આવી છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,છેલ્લા પચીસેક દિવસથી મારા પરીવાર સાથે રહુ છું અને ત્યાં જ સાડીના કારખાનામાં મજુરીકામ કરૂૂ છું મારી ચોથા નંબર સાળી ઉ.વ.-11 વર્ષ 07 મહીનાં વાળી જે છેલ્લા બે મહીનાથી અમારી સાથે રહે છે ત્યાં વેકેશન હોવાથી અમારી પાસે રોકાવા આવેલ અને અમારી સાથે રહેતી હતી.
ગઇ તા.-06/07 નાં બપોરનાં આશરે સાડા બારેક વાગ્યાના સમયે હું સાડીના કારખાનામાં મજુરી કામ કરતો હતો અને મારી સાળી મારી પાસે કારખાનામાં મારા બાળકોને રમાડતી હતી.
દરમ્યાન પોતે મારી પાસેથી નિકળી બાજુમાં આવેલ અમારી ઓરડીમાં કે જ્યાં મારા પત્ની રસોઇ બનાવતી હતી તેની પાસે ગયેલ થોડીવાર બાદ જયારે હું ઘરે ગયેલ ત્યારે મારી પત્નીએ સાળી અંગે મને પુછેલ કે તેણી તો ત્યાંથી ક્યારની નીકળી ગયેલ આમ કહેતા મારી પત્નીએ મને કહેલ કે તેણી મારી પાસેથી આપણા બાળકો માટે બીસ્કીટ લેવા જવાનું કહીને વીસ રૂૂપીયા લઇને ગયેલ છે હજુ આવેલ નથી.
આમ મારા પત્ની એ મને કહેતા અમો બંને પતિ પત્ની તેને શોધવા માટે નીકળેલ અને આજુબાજુનાં વિસ્તારમાં શોધખોળ કરેલ પરંતુ મળી આવેલ નહિં જે બાદ મેં મારા સસરાને ફોન કરી આ બાબતની જાણ કરેલ અને ત્યાર બાદ અત્રે રાજકોટ ખાતે રહેતા મારા પિતા તથા ભાઈ પાસે પણ મારી સાળી ને શોધવા ગયેલ પરંતુ તેણી ત્યાં પણ મળી આવેલ નહી અને મારા સસરાને આ બાબતે વાત કરતા તેઓએ જણાવેલ કે હું ત્યા આવુ પછી આપણે પોલીસ પાસે જશું.જે બાદ મારા સસરા અહીં રાજકોટ ખાતે આવેલ અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.