For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં 11 વર્ષના તરૂણનું વીજશોકથી મોત

11:43 AM Jan 09, 2025 IST | Bhumika
ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં 11 વર્ષના તરૂણનું વીજશોકથી મોત

Advertisement

ઉતરાયણના તહેવારમાં દર વર્ષે કાતિલ દોરાથી પતંગવીરો, વાહનચાલકોના હાથ-ગળા કપાયાની અને વિજ શોક લાગ્યાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળમાં ઉતરાયણ પર્વ પૂર્વે એક કરૂૂણ ઘટના સામે આવી છે. જેમાં કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો 11 વર્ષનો તરૂૂણ કારખાનાના ધાબા પરથી ઈલેકટ્રીક સ્ટેશનના પોલ પર ફસાયેલી પતંગ લેવા જતાં વિજ શોક લાગ્યો હતો. વીજશોકથી તરૂૂણનું કમકમાટીભર્યુ

મોત નિપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથેે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મૂજબ શાપર વેરાવળમાં મસ્તક ફાટક પાસે આવેલા જે.કે. પેકેજિંગ નામના કારખાનામાં કામ કરતા બંગાળી પરિવારનું પુષ્પવિર શર્મા નામનો 11 વર્ષનો તરૂૂણ કારખાનાની અગાસી ઉપર હતો ત્યારે કારખાનાની બાજુમાં આવેલા ઈલેકટ્રિક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં વીજકરંટ લાગ્યો હતો. ગંભી રીતે દાઝી ગયેલા તરૂૂણને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો.પ્રાથમિક પુછપરછમાં મૃતક તરૂૂણનો પરિવાર મુળ પશ્ર્ચિમ બંગાળના અલિપુરનો વતની છે. અને શાપરમાં મસ્તક ફાટક પાસે આવેલા જે.કે. પેકેજિંગ નામના કારખાનામાં કામ કરે છે. તરૂૂણ કારખાનાની અગાસી ઉપર હતો ત્યારે ઈલેક્ટ્રીક સબ સ્ટેશનના પોલમાં ફસાયેલી પતંગ લેવા જતાં વીજશોક લાગવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી તરૂૂણ પોતે પતંગ ચગાવતો હતો કે કપાયેલી પતંગ લેવા જતાં વીજશોક લાગ્યો તે જાણવા તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement