મોચીબજાર, ખત્રીવાડ, કોઠારિયા રોડ પર 11 મિલકતો સીલ, રૂા.27.72 લાખની વસૂલાત
મનપાના વેરાવિભાગ દ્વારા આજે ત્રણેય ઝોનમાં રિકવરી ઝુંબેશ હાથ ધરેલ પરંતુ 1 એપ્રિલથી શરૂ થનાર વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજનાની રાહ જોતા આસામીઓએ સીલીંગનો વિરોધ કર્યો હતો. છતાં આજે 11 મિલ્કત સીલ કરી સ્થળ ઉપર રૂા. 27.72 લાખની વેરાવસુલાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા આજે મોચીબજારમાં ભીડભંજન શેરી નં-7 માં કસ્તુર કુંજ ને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.85,360, બવાજીરાજ રોડ પર લાલજી પારેખ શોપ ને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.1.50 લાખ, ભીમા દોશીની શેરીમાં અનીલ ચેમ્બર્સમાં ફર્સ્ટ ફ્લોર પર શોપ નં-102 સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.92,665, બવાજીરાજ રોડ પર ખત્રીવાડમાં 1-યુનીટને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.1.00 લાખ, કડિયાલાઈનમાં શેરી નં-1માં 1-યુનીટને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.2.08 લાખ, ગાયકવાડી શેરી નં-2/8માં ડેરી ફ્રેશ આઈસક્રીમ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.2.00 લાખ, હોકલી નહેર રોડ પર 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.50,236, કુવાડવા રોડ પર મણીનગરમાં મોમાઈપાનને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.1.18 લાખ, મવડી પ્લોટ મેઈન રોડ પર રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક નજીક અભિષેક પ્લાયવુડ ને સીલ મારેલ.બાકી માંગણું રૂૂ.74,178, કોઠારીયા રીંગરોડ પર ધારા ઈન્ડ એરિયામાં સિધ્ધી વિનાયક એન્જી ને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.63,435, કોઠારીયા રીંગરોડ બાયપાસ પર મારુતી ઈન્ડ એરિયામાં અક્ષર મેટલ બિલ્ડીંગમાં ફર્સ્ટ ફ્લોર પર 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.53,000, આજી રીંગરોડ પર રાધા-મીરા ઇન્ડસ્ટ્રીઝમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-25 ને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.47,040, કોઠારીયા મેઈન રોડ આનંદનગર કોલોની હરી કૃષ્ણ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર ઓફીસ નં-201 ને સીલ મારેલ.બાકી માંગણું રૂૂ.60,906, કોઠારીયા મેઈન રોડ આનંદનગર કોલોની હરી કૃષ્ણ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર ઓફીસ નં-208 ને સીલ મારેલ હતું. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.