For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાન-ફાકી ખાઇને જાહેરમાં થૂંકતા નવા 11 ગોબરા ઝડપાયા

04:06 PM Mar 20, 2024 IST | Bhumika
પાન ફાકી ખાઇને જાહેરમાં થૂંકતા નવા 11 ગોબરા ઝડપાયા
  • કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ વિભાગ દ્વારા સીસી ટીવી કેમેરાના આધારે પકડી પડાયા

રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપીલઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.18-03-2024તથા તા.19-03-2024ના રોજ 11 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 3506 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ957 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, દરમ્યાન તા.18-03-2024તથા તા.19-03-2024ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 32 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી.આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ . ઉપરોકત કામગિરી માનનિયમ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડએન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement