For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતમાં બ્લાસ્ટ બાદ ભેદી દુર્ગંઘથી 6 બાળકો સહિત 11ને ગૂંગળામણ

12:00 PM Dec 13, 2023 IST | Sejal barot
સુરતમાં બ્લાસ્ટ બાદ ભેદી દુર્ગંઘથી 6 બાળકો સહિત 11ને ગૂંગળામણ

ડુમ્મસ રોડ પર ખુલ્લામાં ઊંઘતા 6 બાળકો સહિત 11ને ગેસ ગૂંગળામણ થતા સિવિલમાં ખસેડાયા છે. તેમજ બ્લાસ્ટ થયા બાદ એસિડ જેવી દુર્ગંધ આવવાની શરૂૂ થઈ હોવાનું ફાયર બ્રિગેડનું કહેવું છે.
ડુમસ રોડ પર સેન્ટ્રલ મોલ પાસે ખુલ્લામાં ઊંઘતા 6 બાળકો સહિત 11 જણાને ગેસ ગૂગળામણ થતા સિવિલમાં ખસેડાયા હતા. તમામની સારવાર શરૂૂ કરવામાં આવી છે. પીડિતોમાં 19 વર્ષીય ગુરુ ગોપાલ આશકે, 27 વર્ષીય રીતેશ બલ્લું ભીલ, 24 વર્ષીય રીતા રીનેશ વાસકે, 2 વર્ષીય રાજ રીનેશ વાસકે, 12 વર્ષીય રાધિકા દિનેશ, 1 માસની અંશી રીનેશ વાસકે, 4 વર્ષીય પ્રિયંકા રીનેશ વાસકે, 3 વર્ષીય પલ્લવી રીનેશ વાસકે, 3 માસની વિષ્ણાદેવી અજય કોરાદી, 17 વર્ષીય રેશ્મા બાબર અને 21 વર્ષીય રોહિત હરજી નામના રાહદારીનો સમાવેશ થાય છે.બુધવારે સવારે 6:26 વાગે ફાયર બ્રિગેડના કંટ્રોલરૂૂમમાં કોલ આવતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પીડિતોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું કે, પીડિતોના કહેવા મુજબ રાત્રી દરમિયાન તેઓ ખુલ્લામાં સૂતેલા હતા તે સમયે એક બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ એસિડ જેવી દુર્ગંધ આવવા માંડી હતી અને તેમને ગૂંગળામણ થવા સાથે ઉલટીઓ થવા માંડી હતી.
ફાયરના સુત્રોએ વધુમાં કહ્યું હતું કે, તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા તે સમયે પણ દુર્ગંધ આવી રહી હતી. પરંતુ ઘટના બની હતી તે વિસ્તારમાં તપાસ કર્યા બાદ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. ઘટનાસ્થળે પહોંચેલી ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement