For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PM મોદીના વતન વડનગરમાંથી સદીઓ જૂના 11 કંકાલ મળી આવ્યા

12:00 PM Mar 21, 2024 IST | Bhumika
pm મોદીના વતન વડનગરમાંથી સદીઓ જૂના 11 કંકાલ મળી આવ્યા
  • એક કંકાલ ગુજરાતથી 1800 કિ.મી. દૂર આવેલા તઝાકિસ્તાનના નાગરિકનું

Advertisement

પ્રધાનમંત્રી મોદીના વતન ગુજરાતના વડગનરમાં પુરાતત્વવિદોએ સદીઓ જુના 11 કંકાલો શોધી કાઢ્યાં છે.પ્રધાનમંત્રી મોદીની નગરી વડનગર ખૂબ પ્રાચીન સમયની અસ્તિતત્વ ધરાવે છે. અહીં સમાયાંતરે ખોદકામમાં નગરી, જુના સમયના અવશેષો અને કંકાલો મળતાં હોય છે. હજુ હમણાં બે મહિના પહેલા વડનગરમાંથી 2800 વર્ષ જુના નગરના અવશેષો મળ્યાં હતા. હવે વડનગરની ભૂમિમાંથી 11 કંકાલો મળ્યાં છે જેમાંના એક વ્યક્તિની વાત ખૂબ હેરાનીભરેલી છે. 11 કંકાલોના ડીએનએની તપાસમાં સંશોધકોએ હેરાનીભર્યા તારણો મળ્યાં છે. આ તમામ કંકાલો 150 થી 600 વર્ષ જુના છે તે વડનગરના શર્મિષ્ઠા તળાવના ખોદકામમાં મળી આવ્યાં હતા.

કંકાલમાં એક કંકાલ ગુજરાતથી 1800 કિમી દૂર તઝાકિસ્તાનના એક નાગરિકનું છે. એએસઆઈના એક સિનિયર અધિકારીએ કહ્યું કે વડનગર ખૂબ જુની પ્રાચીન નગરી છે અને કોઈ કાળે તેનો વેપાર ખૂબ ફૂલ્યો ફાલ્યો હતો અને તેમજ તે ખૂબ ધાર્મિક મહત્વ પણ ધરાવતી હતી અને લોકો દૂર દૂરથી અહીં આવતાં હતા. તઝાકિસ્તાનનો આ નાગરિક પણ તે માટે વડનગર આવ્યો હોઈ શકે છે અને અહીં જ મરણ પામ્યો.

Advertisement

આ પહેલા 17 જાન્યુઆરી 2024ના દિવસે વડનગરમાં દટાયેલી હજારો વર્ષ જુની માનવ વસાહતો મળી આવી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ખડગપુર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) અને ડેક્કન કોલેજના સંશોધકોને ખોદકામ દરમિયાન વડનગરમાંથી 2800 વર્ષ જુની માનવ વસાહતના પુરાવા મળ્યા છે એટલે ઈશુ ખ્રિસ્તના જન્મથી પણ 800 વર્ષ પહેલા વડનગરમાં માનવ વસાહતોથી ધમધમતું હતું.

એએસઆઇના પુરાતત્ત્વવિદ અભિજિત અંબેકરે જણાવ્યું હતું કે, ઊંડા ખોદકામથી સાત સાંસ્કૃતિક સમયગાળા - મૌયા, ઈન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપા, હિન્દુ-સોલંકી, સલ્તનત-મોગલ (ઇસ્લામિક) થી ગાયકવાડ-બ્રિટીશ વસાહતી શાસનની હાજરી હોવાનું બહાર આવ્યું છે અને શહેર હજી પણ વિકસી રહ્યું છે. અમારા ખોદકામ દરમિયાન સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. અમને વિશિષ્ટ પુરાતત્વીય કલાકૃતિઓ, માટીકામ, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇનવાળી બંગડીઓ મળી આવી છે. વડનગરમાં ઇન્ડો-ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટસના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે.

2016થી એએસઆઇ અહીં ઊંડું ખોદકામ કરી રહયું હતું અને 20 મીટર ઊંડા ખોદકામમાં સાત કાળખંડોની હાજરી પુરાવતા સાત સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. અનુમાન પ્રમાણે સૌથી જૂના અવશેષો 2800 વર્ષ જૂના એટલે કે ઈસ.પૂર્વે 800ના છે. અમારાં પ્રાથમિક અનુમાનો એવાં તારણો આપે છે કે વડનગર અંદાજે 3500 વર્ષ પુરાણું શહેર હોઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement