For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાયબર ફ્રોડ અટકાવવા ગુજરાતના 10,296 મોબાઇલ અને 6.76 લાખ સિમકાર્ડ બ્લોક કરી દેવાયા

04:08 PM Jul 15, 2024 IST | admin
સાયબર ફ્રોડ અટકાવવા ગુજરાતના 10 296 મોબાઇલ અને 6 76 લાખ સિમકાર્ડ બ્લોક કરી દેવાયા

ઉંચા વળતરની લાલચ, ઓનલાઇન ગેમિંગ સહિતની છેતરપિંડીમાં ફોન અને સીમકાર્ડ વપરાતા હોવાથી કાર્યવાહી

Advertisement

ઓનલાઇન છેતરપીંડી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સરકાર દ્વારા છેતરપીંડીમાં વપરાતા મોબાઇલ અને સીમકાર્ડને બ્લોક કરવા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ગઠીયાઓ દ્વારા અલગ અલગ પ્રકારે લાલચ આપતી લીન્ક મોકલવામાં આવતી હોય છે. જેને કલીક કરતાની સાથે જ નાણાકીય ફ્રોકનો લોકો ભોગ બને છે.
ઉંચા વળતરના રોકાણ, ગેમિંગ છેતરપિંડી વગેરેની લાલચ દ્વારા લાખો નાગરિકોને તેમની મહેનતથી કમાયેલા નાણાંની છેતરપિંડી કરનારા સાયબર ક્રાઇમનો ખાત્મો કરવા માટે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે સમગ્ર ભારતમાં 1.92 કરોડ સિમ કાર્ડ બ્લોક કર્યા છે ઉપરાંત ચોક્કસ આઇએમઇઆઇ નંબરો ધરાવતા 2.2 લાખ મોબાઇલ બ્લોક કર્યા છે.

આ કાર્યવાહીના ભાગરૂૂપે ગુજરાતમાં 10,296 મોબાઈલ અને 6.76 લાખ સિમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે, સાયબર બદમાશ નાગરિકોને દૂષિત લિંક્સ મોકલીને છેતરે છે.

Advertisement

સરકારે એસએમએસ પણ બ્લોક કર્યા છે જેના દ્વારા સાયબર ગુનેગારોના છેતરામણા એસએમએસ મોકલવામાં આવતા હતા. સમગ્ર ભારતમાં આવા 32,000 એસએમએસ ચેનલને બ્લોક કરવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતમાં આ સંખ્યા 573 છે. ગુજરાતમાં 573માંથી 423 નકલી ઇન્સ્ટન્ટ લોન મેસેજ અને 150 જુગારના મેસેજ સાથે સંબંધિત હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement