વેરા વળતર યોજનાનો 14 દી’માં 102767 કરદાતાઓએ લાભ લીધો
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-09-04-2025ના રોજથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:09-04-2025થી આજ તારીખ:23-04-2025ના રોજ 1:30 વાગ્યા સુધીમાં કુલ-102767 કરદાતા દ્રારા રૂૂ.58.48 કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ-75868 કરદાતા દ્રારા ઓનલાઇન રૂૂ.41.50 કરોડ તથા કુલ-26899 કરદાતા દ્રારા ચેક તથા રોકડાથી રૂૂ.16.98 કરોડ આવક થયેલ છે. કુલ વેરામાં રૂૂ.6.84 કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2025-26 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તમામ ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે મિલ્કતવેરા તથા પાણી વેરો સ્વીકારવામાં આવે છે.સદરહું બાબતે ઝોન ઓફિસ, સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસમાં છાંયડા,પીવાના પાણી તથા જરૂૂરી બેઠક વ્યવસ્થાની સુવિધા કરવામાં આવેલ છે.