દિવાળીની રજાના બે દી’ અગાઉ યાર્ડમાં 1000 વાહનની કતાર
05:36 PM Oct 17, 2025 IST | Bhumika
રાજકોટ માર્કેટયાર્ડ માં 1000 થી વધુ વાહનો ની આવક થઈ હતી જેમાં સોયાબીન, કપાસ, ઘઉં, ચણા અને લસણ ની અંદાજે આવક થઇ હતી જેમા સોયાબીનની 70000 મણ (સિત્તેર હજાર ) , કપાસની 40000 મણ (ચાલીસ હજાર ), ઘઉંની 8000 મણ (આઠ હજાર ) , ચણાની 9500 મણ અને લસણ ની આવક 5500 મણ (પાંચ હજાર પાંચ સૌ) થવા પામી હતી. જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા વા.ચેરમેન તથા ડિરેક્ટર સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી દિવાળી નજીક આવી રહી છે ત્યારે આર્થિક સંકડામણ ન રહે તે માટે યાર્ડમા જણસી વેંચવા ખેડૂતો ઉમટી રહ્યા છે ઉલ્લેખનીય છે કે લાંભ પાંચમથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામા આવશે.
Advertisement
Advertisement