For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડ્રાઈવરો ન મળતા 100 સિટી બસ બંધ કરાઈ

03:53 PM Jun 04, 2025 IST | Bhumika
ડ્રાઈવરો ન મળતા 100 સિટી બસ બંધ કરાઈ

નિયમોનું સખ્ત પાલન કરવાની એજન્સીને તાકીદ કર્યા બાદ ડ્રાઈવર સપ્લાય કરનાર વ્યક્તિએ હાથ ઉંચા કરી દેતા તંત્ર લાચાર

Advertisement

શહેરના ઈન્દિરા સર્કલ ખાતે સીટીબસ દૂર્ઘટના સર્જાયા બાદ ભારે હોબાળો મચી જતાં કોર્પોરેશન સીટીબસની ડ્રાયવરો સહિતની ભરતીના નિયમો કડક બનાવ્યા છે. જેના લીધે છેલ્લા એક માસથી ડ્રાયવરની ખેંચ વર્તાઈ રહી છે. અને ભારે ગરમીના કારણે બસના સેન્સરો ખરાબ થઈ જવાની ઘટનાઓ થઈ જવાની પણ ઘટતા સીટીબસના અનેક રૂટ બંધ કરવાની ફરજ પડી હતી. ગાડુ માંડ પાટે ચડ્યું ત્યાં જ એજન્સીને ડ્રાઈવર સપ્લાય કરનાર વ્યક્ત્તિએ નવા નિયમો હેઠળ ડ્રાઈવર પુરા પાડવા મુશ્કેલ છે. તેમ જણાવી હાથ ઉંચા કરી દેતા આજથી ફરી વખત ડ્રાઈવર વગરની 100 સીટી બસનો ડેપોમાં ખડકલો લાગ્યો હોવાનું જાણવા મળેલ છે.

મનપા સંચાતિ ઈલેટ્રીક અને સીએનજી સીટીબસ શહેરના બીઆરટીએસ અને અન્ય રૂટ ઉપર દોડાવામાં આવી રહી છે. કુલ 238 સીટીબસ અલગ અલગ રૂટ ઉપર પેસેન્જરોનું વહન કરે છે. પરંતુ થોડા સમય પહેલા ઈિન્દિરા સર્કલ પાસે સીટીબસ ચાલકે અકસ્માત સર્જી ત્રણ લોકોનો ભોગ લીધો તે મુદ્દે ભારે ઉહાપો બોલી જતાં આ બનાવની તપાસ હાથ ધરવામાં આવે તેમાં ડ્રાઈવરનું લાયસન્સ રિન્યુ ન હોવા સહિતના ખુલાસાઓ થયા હતાં. જેના પગલે કોર્પોરેશને સીટીબસના ડ્રાઈવરની ભરતી સહિતના નિયમોમાં ફેરફાર કરી કડક નિયમ અમલમાં મુક્યા હતાં. તેના લીધે ડ્રાઈવરો હડતાલ પર પણ ઉતરેલા અને એજન્સીને પણ અકસ્માત મુદ્દે ચેતવણી આપી નિયમ મુજબ સીટીબસનું સંચાલન કરવા જણાવ્યું હતું.

Advertisement

અત્યાર સુધી સીટીબસના ડ્રાઈવરો પુરા પાડવાની જવાબદારી એક વ્યક્તિ ઉપર હતી અને આ વ્યક્તિ દ્વારા તમામ બસમાં ડ્રાયવરો પુરા પડાતા હતાં અને નવા નિયમોની અમલવારી કરવામાં હેલફેલ ડ્રાયવરો ચાલે નહીં તેવુ લાગતા એજન્સીને ડ્રાયવરો પુરા પાડવાનું કામ બંધ કરી દેવામાં આવેલ જેના લીધે ફરી વખત ડ્રાઈવરની ખેંચ ઉભી થતાં માંડ પાટે ચડેલ ગાડી અધવચ્ચે ઉભી રહી ગઈ છે. ટ્રાન્સપોર્ટ વિભાગના જણાવ્યા મુજબ આજે 100થી વધુ સીટીબસ ડ્રાયવર ન હોવાના કારણે રૂટ ઉપર જઈ શકી નથી.

કોર્પોરેશન દ્વારા હાલ સહેરના અલગ અલગ રૂટ ઉપર તેમજ બીઆરટીએસ સહિત 238 ઈલેક્ટ્રીક અને સીએનજી બસ દોડાવવામાં આવી રહી છે. જે પૈકી આજ 138 બસ કાર્યરત હોવાનું અને 100 બસ અલગ અલગ ડેપો કાતે ડ્રાયવર વગર પડતર હોવાનું ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું છે. સીટીબસના નિયમ મુજબ ડ્રાયવરોની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેના લીધે ટુંક સમયમાં નવા ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે. જેથી ફરી તમામ રૂટ ઉપર સીટીબસ દોડતી થઈ જસે. જેમ જણાવ્યું હતું.

દારૂ સહિતની ફરિયાદો ઉઠતા અનેક સિક્યુરીટી મેનને છૂટા કરાયા
મહાનગરપાલિકાની તમામ સીટીબસનું સંચાલન બે એજન્સીને સોંપવામાં આવ્યું છે. સીટીબસ સંચાલનમાં એક્સ આર્મી મેનને સિક્યુરીટી સહિતની પોસ્ટ સોંપવામાં આવી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અમુક સિક્યુરીટી દારૂ પીધા બાદ નોકરી ઉપર આવી રહ્યા છે. તેમજ બીજી અલગ અલગ પ્રકારની ફરિયાદો ઉઠતા કોર્પોરેશને એજન્સીના કાન આમળતા અંતે એજન્સી દ્વારા ગઈકાલે અનેક સિક્યુરીટી ગાર્ડ સહિતના આર્મી એક્સમેનને નોકરીમાંથી છુટા કરી દીધા હોવાનું જાણવા મળેલ છે.

સોમવારથી પેસેન્જરોમાં બોલી જશે દેકારો
મહાનગરપાલિકાની અડધો અડધ સીટીબસ હાલ બંદ હાતમાં ડેપોમાં પડતર જોવા મળી છે. જેના લીધે અનેક રૂટો બંધ થયા છે. અથવા અમુક રુટો ઉપર બસમાં કાપ મુકવાની ફરજ પડી છે. આ મુદ્દે તંત્રએ જણાવેલ કે, હાલ વેકેશન હોવાથી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓની અવર જવર બંધ છે જેથી 100 બસ બંધ હોવા છતાં લોકોને મુશ્કેી પડતી નથી. પરંતુ સોમવારથી લગભગ તમામ શાળા-કોલેજોના વેકેશનો પુરા થતાં હોય વિદ્યાર્થીઓનો ભારે ધસારો શરૂ થશે જેના લીધે જે રૂટ બંધ થયા છે અથવા શાળા-કોલેજો વાળા રૂટ ઉપર ઓછી બસો દોડાવામાં આવી રહી છે. તેવા રૂટ ઉપર અસર જોવા મળશે અને વિદ્યાર્થીઓ સહિતના પેસેન્જરોમાં દેકારો બોલી જશે તેમ લાગી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement