યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર ત્રણને 10 વર્ષની સજા
જામનગરના ત્રણ શખ્સ સામે ગત વર્ષ મા આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો ગુન્હો નોંધાયો હતો . જે કેસ માં અદાલતે ત્રણ આરોપીઓ ને દસ-દસ વર્ષ ની કેદ અને રૂૂ.50-50 હજાર નો દંડ ફટકાર્યો છે.
જામનગર મા રહેતી એક યુવતી એ ગત તા..16/10/ 14 ના આપઘાત કર્યો હતો, આ અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં મૃતક યુવતી નાં રૂૂમ માંથી એક સ્યુસાઈડ નોટ મળી આવતા પોલીસે તેને કબ્જે કરી હતી .જેમાં લખાયું હતું કે બાલુ કનારા મને ધમકી આપતો હતો કે , હું કહું તેમ નહીં કરીશ તો તને અને તારા પરિવાર ને મારી નાખીશ. આથી ડરના માર્યા હું તેની સાથે જતી હતી બહાર થી તેના મિત્રો આવે ત્યારે પણ મને બોલાવતો હતો. અને મને બળજબરી થી કેફી પીણું પીવડાવવામાં આવતું હતું.અને મારા વિડિયો પણ આરોપીઓ દ્વારા બનાવાયા હતા.આ કૃત્ય માં પરેશભાઈ ભાયાભાઇ હાથલિયા અને અનિલ ભાયાભાઈ હાથલીયા પણ સાથે હતા.
આથી પોલીસે આ બાબતે આરોપીઓ બાલુભાઈ દેવાભાઈ કનારા, પરેશ ભાયાભાઈ હાથલીયા તથા અનિલ ભાયાભાઈ હાથલીયા નામના ત્રણ શખ્સ સામે આત્મહત્યા ની દુષ્પ્રેરણા આપવા અંગે ગુન્હો નોંધાયો હતો. આ અંગે ભોગ બનનાર યુવતી ના પિતા એ પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી. પરિણામે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગર ની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ ભારતીબેન વાદી ની દલીલો ગ્રાહ્ય રાખી એડી. ડિસ્ટ્રિક્ટ કોર્ટ નાં ન્યાયધીશ વી પી અગ્રવાલ એ ત્રણેય આરોપી ને દસ વર્ષ ની સખત કેદની સજા તથા રૂૂ.50 હજારનો વ્યક્તિગત દંડ ફટકાર્યો છે. અને જો દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિના ની કેદની સજા આપવામાં આવી છે. દંડની રકમ વળતર પેટે મૃતક ના માતા ને ચૂકવવા પણ આદેશ કર્યો છે.
