રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયામાં પાંચ વર્ષ પૂર્વેના સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા

11:58 AM Nov 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ખંભાળિયા તાલુકામાં આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મૂળ રહીશ અને બે સંતાનોના પિતા એવા દશરથ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ મકવાણા નામના શ્રમિક યુવાન દ્વારા એક પરિવારની સગીર વયની પુત્રીને લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરીને પોતાના વતન લઈ ગયો હતો. જે અંગે સગીરાના પિતા દ્વારા તારીખ 23-8-2019 ના રોજ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.

જેને અનુલક્ષીને પોલીસે અપહરણની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તપાસ દરમિયાન આરોપી તેમજ ભોગ બનનારની શોધખોળ કરી, તેઓની ભાડ મેળવી લીધી હતી. આ અંગે આગળની તપાસમાં ભોગ બનનાર સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાથી તેમાં આઈ.પી.સી. કલમ 376 તથા પોક્સો એક્ટનો ઉમેરો કરી, આ કેસમાં તપાસનીસ અધિકારી પી.એ. દેકાવાડિયા તેમજ પી.એ. જાડેજા દ્વારા ભોગ બનનાર તથા આરોપીના મેડિકલ સેમ્પલ મેળવી એફએસએલ સહિતની તપાસ બાદ અહીંની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જસીટ રજૂ કર્યું હતું.અહીંની અદાલતમાં આ કેસ ચાલી જતા અહીંના જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા વિવિધ મુદ્દાઓ તથા આધાર પુરાવાઓ સાથે કરવામાં આવેલી દલીલો તેમજ જુબાનીને ધ્યાને રાખીને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસૂરી દ્વારા આરોપી દશરથ દિનેશ ઉર્ફે દિલીપભાઈ મકવાણાને તકસીરવાન ઠેરવી અને જુદી જુદી કલમ હેઠળ કુલ 10 વર્ષની સખત કેદ તેમજ કુલ રૂૂપિયા 30,000 નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.આ કેસમાં ભોગ બનનાર સગીરાના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂૂપિયા એક લાખનું વળતર ચૂકવવા પણ વધુમાં આદેશ કર્યો છે.

Tags :
crimegujaratgujarat newsKhambhaliaKidnapping
Advertisement
Next Article
Advertisement