For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોશિયલ મીડિયામાં સગીરાને ફસાવી હવસનો શિકાર બનાવનાર શખ્સને 10 વર્ષની જેલ

11:57 AM Oct 09, 2024 IST | admin
સોશિયલ મીડિયામાં સગીરાને ફસાવી હવસનો શિકાર બનાવનાર શખ્સને 10 વર્ષની જેલ

જામનગરનો શખ્સ ધોરાજી પંથકની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જઈ દુષ્કર્મ આચર્યાના કેસમાં ઝડપાયો’ તો

Advertisement

ધોરાજી પંથકની સગીરાને સોશિયલ મીડિયા મારફતે પ્રેમાળમાં ફસાવે લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુનાના કેસ ચાલી જતા અદાલતે જામનગરના મયુર ફેટ કાનો ભીખા વાટે નામના શખ્સને 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ ધોરાજી ગ્રામ્ય વિસ્તારની સગીરા નુ અપરણ કરી દુષ્કર્મ ગુજારીયા અંગેની ના ભોગ બનનારના પિતાએ ધોરાજી પોલીસ મથકમાં જામનગરના મયુર ઉર્ફે કાનો ભીખા વાઢેર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે.એસ. ગરચર સહિતના સ્ટાફે મયુર ઉર્ફે કાનો વાઢેર ની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપરણ કરી શરીર સંબંધ બાંધી મુંબઈ લઈ ગયો હતો.

પોલીસ તપાસ પૂરી થતાં બાદ જે લવાલે કર્યો હતો અને તપાસની દ્વારા ધોરાજી અધિક સેશન્સ કોર્ટમા ચાર્જસીટ રજૂ કરવામાં આવતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં આરોપી પક્ષેની દલીલમાં ભોગ બનનાર દીકરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પોતાના મોટા બેન ની જન્મ તારીખ દર્શાવતી પરીક્ષા ની હોલ રીસીપ્ટ માં પોતાનો ફોટો ચોંટાડી અને આધારકાર્ડમાં પોતાનો ફોટો ચોંટાડી અને આરોપી પાસે સામેથી ગયેલી છે આ કિસ્સામાં ભોગ બનનાર સહમતીથી ડોક્યુમેન્ટ ટેમ્પર કરીને ગયેલા છે. જ્યારે સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવેલી હતી કે ભોગ બનનારના જન્મની નોંધ કાયદેસરની પ્રક્રિયાના અંતે થયેલી છે.

Advertisement

ભોગ બનનારે પોતાની જુબાનીમાં એવું જણાવેલું કે આવા ખોટા દસ્તાવેજો ઊભા કરવા આરોપીએ દબાણ લાવેલું હતું તે હકીકત ન માનવાને કારણ નથી. આ તમામ દલીલો અને ડોક્ટર રૂૂબરૂૂની આરોપી તથા ભોગ બનનારની હિસ્ટ્રી અને ભોગ બનનાર ની ઉંમર 18 વર્ષથી નાની હોય સહમતીનો બચાવ પણ ઉભો રહી શકે નહીં તેવી દલીલો કરી હતી. આ તમામ દલીલોને ધ્યાને લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખ આરોપી મયુર ઉર્ફે કાનો ભીખાભાઈ ને ભારતીય દંડ સંહિતાની કલમ 363 કલમ 366 કલમ 376 (2)(એન) તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ તકસીરવાન ઠરાવી અને રૂૂપિયા 8000 દંડ ફટકારેલો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement