For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના 10 સીટિંગ સાંસદો કપાયા, ચાર ઉપર લટકતી તલવાર

01:31 PM Mar 14, 2024 IST | Bhumika
ભાજપના 10 સીટિંગ સાંસદો કપાયા  ચાર ઉપર લટકતી તલવાર
  • સુરતમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશના સ્થાને મુકેશ દલાલને ટિકિટ
  • ભાવનગરમાં ભારતીબેન કપાયા અને નીમુબેન બાંભણિયા ફાવી ગયા
  • છોટા ઉદેપુરમાં જશુભાઇ રાઠવા ઉપર ભાજપ ખેલશે જુગાર, વડોદરામાં રંજનબેન રિપીટ

ગુજરાતમાં 26માંથી 22 સાંસદોના નામ જાહેર થઈ ગયા અને 4 બેઠકો પર કોંકડું ગૂચવાયું છે. હજુ પણ કેટલાક ઉમેદવારો રીપિટ ના થાય તેવી સંભાવના વચ્ચે ભાજપે 26માંથી 10 સાંસદોના પત્તાં કાપી દીધા છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપ પાસે હોવા છતાં ભાજપે કદાવર નેતાઓના પત્તા કાપી નવા ઉમેદવારો જાહેર કર્યા છે. જેઓના માથે હવે 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ છે.
ગુજરાતમાં ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને પણ બાકાત રાખ્યા નથી. ભાજપે નેતાઓને ઝટકા પર ઝટકા આપ્યા છે. જેઓના નામ કપાય તેવી સંભાવના હતી તેવા ભાજપના નેતાઓ બચી ગયા છે. ભાજપે 22માંથી પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કાપ્યા છે. અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેંદ્રનગર બેઠક પર હજુ ઉમેદવારના નામ પર સસ્પેંસ છે.

Advertisement

ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં સાબરકાંઠા, ભાવનગર, છોટાઉદેપુરમાં અને સુરત, વલસાડના સાંસદની ટિકિટ કપાઇ છે. તો અમદાવાદ પૂર્વ અને વડોદરાના સાંસદને રિપીટ કરવામાં આવ્યાં છે. દાદરાનગર હવેલીથી કલાબેન ડેલકરને ટિકિટ આપી છે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને પણ રિપીટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં હવે માહોલ જામી રહ્યો છે. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં પાંચ બેઠકોમાં ફેરફાર કરીને નવા ચહેરાઓને તક આપી છે.

પાર્ટીની પ્રથમ યાદીમાં બે મહિલાઓને ટિકિટ મળી છે. નવા જાહેર થયેલા નામોમાં પણ ભાવનગર અને વડોદરાથી મહિલા ઉમેદવારની પસંદગી કરાઈ છે. આમ કુલ 22માંથી 4 મહિલા ઉમેદવારોના નામ જાહેર થયા છે. કોંગ્રેસે ઈં.ગ.ઉ.ઈં.અ એલાયન્સ હેઠળ આમ આદમી પાર્ટીને બે બેઠકો આપી છે. જેમાં ભરૂૂચ અને ભાવનગર લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. પાર્ટીએ ભરૂૂચના ડેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી ટિકિટ આપી છે. કોંગ્રેસે માત્ર સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાવનગર બેઠક પર ભાજપે નિમુબેનને ટિકિટ આપી દરેકની ગણતરીઓ ઉંધી વાળી દીધી છે.

Advertisement

રાજ્યની 26 બેઠકો માટે કુલ 21 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. કોંગ્રેસે સાત ઉમેદવારોમાંથી બે વર્તમાન ધારાસભ્યો ગેનીબેન ઠાકોર અને અનંત પટેલને ટિકિટ આપી છે. પોરબંદરથી લલિત વસોયા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ઘાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમ ભરત મકવાણા અને કચ્છથી નિતિશ લાલનને ટિકીટ આપવામાં આવી છે. કોંગ્રેસે શુક્રવારે પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

ભાજપની યાદી જાહેર થતાં મોટાભાગના નામો ફાયનલ થઈ ગયા છે. હવે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ જાય તો નવાઈ નહીં. ભાજપે વડોદરામાં રંજનબેનને રીપિટ કર્યા છે. સાંબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડનું પણ પત્તું કપાયું છે. ભાવનગરમાં ભાજપે ભારતીબેન શિયાળનું નામ કાપીને મહિલા ઉમેદવારને જ ટિકિટ આપી છે. છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાનું નામ કપાયું છે.

સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને મહેસાણામાં કોકડું ગૂંચવાયું
ગુજરાત ભાજપમાં ભારે રસાકસી વચ્ચે 4 સીટોનું કોકડું ગૂચવાયું છે. મહેસાણામાં અનિલભાઈના પત્ની શારદાબેન પટેલે આ બેઠક પર ચૂંટણી લડવાની પહેલાંથી ના પાડી છે. હવે આ બેઠક પર ભાજપ નવો ઉમેદવાર શોધી રહ્યો છે. નીતિન પટેલે આ બેઠક પર દાવેદારી કરી હતી પણ હાઈકમાન્ડના દબાણથી તેમને આ દાવેદારી છોડી દીધી છે. સુરેન્દ્રનગરમાં પણ કોને ટિકિટ આપવી એ મામલો ગૂંચાઈ ગયો છે. પહેલાં આ સીટ પર કુવરજી બાવળિયાનું નામ ચાલ્યું હતું પણ તેઓએ જાહેરમાં ના પાડી દીધી હતી. સુરેન્દ્રનગરમાં હાલમાં ભાજપના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા છે. ભાજપ એમને રીપિટ કરે તેવી સંભાવના ઓછી છે. અમરેલી બેઠક પર વિવાદ વધ્યો છે. અમરીશ ડેરને ભાજપે કેસરિયો પહેરાવતાં આ સીટ પર કોને ઉમેદવાર જાહેર કરવો એ સમસ્યા બની ગઈ છે. આ બેઠક ઉપર મુકેશ સંઘાણી ઉપર ભાજપ જુગાર રમી શકે છે. પહેલાં ભાવનગરથી હીરા સોલંકીનું નામ ચર્ચામાં હતું પણ ભાજપે અહીં આપના ઉમેશ મકવાણા સામે નિમુબેનનું નામ જાહેર કરીને સૌને ચૌંકાવી દીધા છે. જૂનાગઢમાં પણ ભાજપે ઉમેદવાર જાહેર કર્યો નથી. અહીં ભાજપ સીટિંગ સાંસદની ટીકિટ કાપવાના મૂડમાં છે. અહીં રાજેશ ચુડાસ્મા ભાજપના સાંસદ છે. જેઓના નામે વિવાદો જોડાયેલા હોવાની સાથે આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ હોવાથી ભાજપ અહીં નવો ચહેરો મેદાનમાં ઉતારી શકે છે.

કપાયેલા 10 સાંસદો

- સુરતના સાંસદ દર્શના જરદોશ
- સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ
- ભાવનગરનફા સાંસદ ભારતીબેન શિયાળ
- છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા
- વલસાડના સાંસદ કે.સી. પટેલ
- અમદાવાદ પશ્ચિમમાં ડો. કિરીટ સોલંકી
- પંચમહાલથી રતનસિંહ રાઠોડ
- પોરબંદરથી રમેશ ધડુક
- બનાસકાંઠાથી પરબત પટેલ
- રાજકોટથી મોહન કુંડારિયા

Advertisement
Tags :
Advertisement
Advertisement