For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂડા વિસ્તારમાં 10 નવી ટીપી સ્કીમો ચાલુ વર્ષમાં થશે તૈયાર

04:28 PM Feb 01, 2025 IST | Bhumika
રૂડા વિસ્તારમાં 10 નવી ટીપી સ્કીમો ચાલુ વર્ષમાં થશે તૈયાર

Advertisement

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના 48મા સ્થાપના દિને ચેરમેન તુષાર સુમેરા નવા આયોજનો અંગે વિગત આપી

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની સ્થાપનાના 47 વર્ષ ગઈકાલે પૂર્ણ થતાં આજે 48માં સ્થાપના દિન નીમીતે ચેરમેન તુષાર સુમેરાએ રૂડાને વધુ વિકાસ લક્ષી બનવાની નેમ સાથે ચાલુ વર્ષ દરમિયાન એકસાથે 10 નવી ટીપી સ્કીમ લાગુ કરવાનું જણાવી અલગ અલગ નવા આયોજનો અંગે અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધર્યા બાદ માહિતી આપી હતી.

Advertisement

ગુજરાત સરકારનાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને શહેરી વિકાસ વિભાગના જાહેરનામા ક્રમાંક: જી.એમ.વી./24/યુ.ડી.એ./1177/646(6) ક્યુ-2, તા. 30/01/1978 થી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના તથા તેની આજુ-બાજુના 39 ગામોને શહેરી વિસ્તાર તરીકે જાહેર કરી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂૂડા)ની રચના કલમ-22ની જોગવાઈ હેઠળ કરવામાં આવેલ છે ત્યારબાદ ગુજરાત સરકારના તા. 17/06/1998 ના જાહેરનામા નં. કેવી -68-1998-આરએમએન-8095-3120-પી ના નોટીફીકેશનથી રૈયા, મવડી તથા નાનામવા ગામોનો વિસ્તાર 34 ચો.કિ.મી. છે. વધુમાં તા.03/01/2015 ના નોટીફીકેશન કેવી-03 ઓફ 2015-આરએમએન-902014-6210-પી થી કોઠારીયા તેમજ વાવડી ગામોનો વિસ્તાર આશરે 24 ચો.કિ.મી. તથા 35 ચો.કિ.મી. જેટલો વિસ્તાર હાલે રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલ છે. વધુમાં, સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના જાહેરાતનામા ક્રમાંક- જી.એચ.વી./48 ઓફ 2002/યુ.ડી.એ./112001/6155/વી, તા.20/04/2002 થી વધુ 18 ગામોના વિકાસને શહેરી વિસ્તારમાં સમાવેશ કરેલ છે. આમ, હાલે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં રાજકોટ મહાનગરપાલિકાની હદ ઉપરાંત કુલ 54 ગામોનો સમાવેશ થયેલ છે તેનો વિસ્તાર 581 ચો.કિ.મી. થાય છે. આમ હવે, સમગ્ર સત્તામંડળનો વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકા સહિત 686.83 ચો.કિ.મી. થયેલ છે. હાલે, ગુજરાત સરકારશ્રીના તા.18/06/2020 ના જાહેરનામા નં. કેવી/50 ઓફ 2020/આરએમસી/902019/9670/પી થી મોટામવા, મુંજકા, માધાપર, (મનહરપુર-1 ગામતળ સહિત) અને ઘંટેશ્વર ગામનો સમાવેશ રાજકોટ મહાનગરપાલિકામાં થયેલ છે. જેથી, હાલે રૂૂડા વિસ્તારમાં કુલ 48 ગામોનો સમાવેશ થયેલ છે.

આગામી વર્ષોમાં સત્તામંડળ દ્વારા તૃતીય પુનરાવર્તીત વિકાસ યોજના-2041 ૠઈંજ આધારિત બેઝ મેપ તૈયાર કરવો. નવી 77 નગર રચના યોજના (118.2 ચો.કી.મી.) બનાવવાનું આયોજન. 30 નવી નગર રચના યોજના રીંગ રોડ-રની ફરતે 35 નવી નગર રચના યોજના રીંગ રોડ-2 તથા મહાનગરપાલિકાની હદ સુધી 12 નવી નગર રચના યોજના અન્ય વિસ્તાર જે પૈકી ચાલુ વર્ષ 2025 દરમ્યાન 10 નગર રચના યોજના, આગામી વર્ષ 2026 દરમ્યાન 7 નગર રચના યોજના, આગામી વર્ષ 2027 દરમ્યાન 9 નગર રચના યોજના, આગામી વર્ષ 2028 દરમ્યાન 10 નગર રચના યોજના બનાવવાનું આયોજન કરેલ છે.

કણકોટ રોડથી મોરબી રોડ સુધીનો રિંગ રોડ-2 ફોરલેન બનશે
રૂડાની બેઠકમાં ચેરમેન તુષાર સુમેરાએ જણાવેલ કે, રૂડા વિસ્તારમાં તમામ કામો વેગવંતા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ રીંગરોડ-2ને કણકોટથી અમદાવાદ રોડ અને અમદાવાદ રોડથી મોરબી રોડ સુધીના રોડને ફોરલેન બનાવવામાં આવશે. તેમજ મનહરપૂર, રોણકી, કાંગશિયાળી ગામમાં ભુગર્ભ ગટર અને પાણી પુરવઠા યોજનાલાગુ કરવામાં આવશે. જેનું 180 કિ.મી. નું નેટવર્કતૈયાર થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement