ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ 10 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો
ગત 29 માર્ચથી પ્રારંભાયેલી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 27મી એપ્રિલે રવિવારે અમાસના દિવસે પુર્ણ થઈ હતી. આ એક મહિનામાં દસ થી અગ્યાર લાખ જેટલા શ્રદ્ધાળુઓએ નર્મદા પરીક્રમા પુર્ણ કરી હતી. જો કે છેલ્લા દિવસે એટલે કે 27મી એપ્રિલે પરિક્રમાવાસીઓની ઓછી ભીડ જોવા મળી હતી. દર વર્ષ કરતા આ વખતે સરકાર અને તંત્ર દ્વારા નર્મદા પરીક્રમા માટે ખુબ જ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
નર્મદા નદીના કિનારે રહેતા સાધુ સંતોના મત મુજબ આ પરિક્રમા મૂળ સિદ્ધાંતથી વિપરીત ચાલી રહી હતી. ઋષિ પરંપરા મુજબ કોઈપણ પરીક્રમા સૂર્યોદય થતા શરૂૂ થાય અને સૂર્યાસ્ત થતા થતા પૂર્ણ થવી જોઈએ અને આ નર્મદા પરીક્રમા 24 કલાક ચાલી એ ખરેખર યોગ્ય ના કહેવાય. આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજ5 સંગઠન મહામંત્રી રત્નાકરે ભાજપાના 200 કાર્યકરો દ્વારા સરકારી તંત્રની સાથે રહી પરિક્રમાવાસી ઓની સેવા કરી હતી.
પરીક્રમાના આ એક મહિના દરમિયાન ખાસ કરીને મહિલાઓ માટે શૌચાલયનો પ્રશ્ન વિકટ બન્યો હતો. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે મોબાઈલ ટોયલેટ મુકાયા હતા એમાં સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. જેને લીધે લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબુર બન્યા હતા. આવા સમયે મહિલા ઓ કપરી પરિસ્થિતિમાં મુકાઈ હતી.