ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં વસવાટ કરતા 10 ગેરકાયદેસર બાંગ્લાદેશી ડીટેઇન

12:44 PM Apr 29, 2025 IST | Bhumika
Advertisement

પોલીસની તપાસમાં મકનસર ગામેથી મળી આવ્યા

Advertisement

કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ દેશમાં રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કવાયત ચાલી રહી છે જેથી પોલીસ ટીમો સતત તપાસ ચલાવી પાકિસ્તાની નાગરિકો અને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી રહી છે જેમાં મોરબી તજ્ઞલ ટીમે 10 બાંગ્લાદેશીઓને ડીટેઈન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસઓજી અને એ ડીવીઝન ટીમ દ્વારા બે દિવસ પૂર્વે સોની બજારમાં બાંગ્લાદેશી નાગરિકો અંગે તપાસ કરવામાં આવી હતી સોની બજારમાં બંગાળી કારીગરો મોટી સંખ્યામાં વસવાટ કરતા હોવાથી બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે વસવાટ તો નથી કરતા ને તેની તપાસ કરવામાં આવી હતી જેમાં બંગાળી કારીગરોની પૂછપરછમાં કોઈ બાંગ્લાદેશી મળી આવ્યો ના હતો તેમજ આજે પણ તજ્ઞલ ટીમની તપાસ ઝુંબેશ યથાવત જોવા મળી હતી જેમાં મકનસર ગામે રહેતા 10 બાંગ્લાદેશી ઈસમો મળી આવ્યા હતા 10 બાંગ્લાદેશીઓ અહી ગેરકાયદે વસવાટ કરતા મળી આવ્યા હતા જેથી ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Tags :
Bangladeshicrimegujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement