ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શેત્રુંજી ડેમમાં 10 ફૂટ આવક, ગમે ત્યારે ઓવરફ્લો

01:25 PM Jun 17, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગરમાં કાલે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક થવા પામી છે.એક રાતમાં જ 10 ફૂટ જેટલું નવું પાણી ઠલવાયું હતું. ડેમમાં હાલ 95300 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 31 ફૂટ પાર કરી ગઈ છે. 34 ફૂટે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થાય છે. તળાવ ઓવરફલો થતાં 50 દરવાજા ખોલવામાં આવ્યાં છે. તળાવમાંથી પાણી છોડાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવો પડ્યો છે. ખારો ડેમના પાંચ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. પાણી છોડવામાં આવતા ત્રણ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે.

Advertisement

રાજુલા
રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે ધાતરવડી નદી ઉપર આવેલા ધાતરવડી-01 સિંચાઈ યોજનામાં ડિઝાઈન સ્ટોરેજના 100 ટકાથી વધુ પાણી ભરાયેલું હોય હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ધાતરવડી-1 નીચાણ વાસના ગામો રાજુલા, ધારેશ્વર, નવી - જૂની માંડરડી, ઝાંપોદરના લોકોને અમરેલી ફ્લડ સેલ વાયરલેસ ઓપરેટર દ્વારા ચેતવણી અને સૂચના આપવામાં આવી છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsShetrunji DAM
Advertisement
Next Article
Advertisement