For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મૃદુ અને મક્કમ સરકારનું 1 વર્ષ, વિકાસની પરિણામલક્ષી ભરમાર

05:34 PM Dec 12, 2023 IST | Bhumika
મૃદુ અને મક્કમ સરકારનું 1 વર્ષ  વિકાસની પરિણામલક્ષી ભરમાર

156 બેઠકના ઐતિહાસિક જનાદેશ બાદ હવે લોકસભામાં 26 બેઠકો જીતી હેટ્રિક સર્જવાનો લક્ષ્યાંક

Advertisement

વાવાઝોડા, દુર્ઘટનાઓમાં હંમેશા લોકોની પડખે ઉભા રહ્યા દાદા, જરૂર પડે ત્યાં ત્વરિત કામગીરી અને કડક પગલા

ખેડૂતો, મહિલાઓ, આદિવાસીઓ, વંચિતો અને યુવાઓ માટે અમલી બનાવી અનેક કલ્યાણકારી યોજનાઓ

Advertisement

વાઇબ્રન્ટ સમિટની, એમ.ઓ.યુ. અને જી-20 સમિટના સફળ આયોજનથી જુસ્સો સાતમા આસમાને

વિકાસની સતત હરળફાળ ભરી રહેલા ગુજરાતમાં 156 બેઠકો પર અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. તમામ અવરોધોને પાર કરી ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલના મૃદુ પરંતુ મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત એક પછી એક સિદ્ધિઓ મેળવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે એવી સિદ્ધિઓ મેળવી છે કે જેની નોંધ ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વ કક્ષાએ લેવાઇ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમદાવાદમાં સૌ દાદાના હુલામણા નામથી ઓળખે છે. જી-20 બેઠકોનું સફળ આયોજન હોય કે પછી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત કરોડોના રોકાણો માટે એમઓયુ હોય, ખેડૂતો હોય કે મહિલાઓ, કે પછી હોય યુવાનો, ભૂપેન્દ્ર પટેલ સરકારે તમામ વર્ગના લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ લાગુ કરી. ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી વિકાસ પહોંચાડી વંચિતો અને આદિવાસીઓને પણ વિકાસના સહભાગી બનાવ્યા.

આગામી સમયમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેની સરકાર સામે અનેક મોટા પડકારો છે. 2024ની ચૂંટણીમાં લોકસભાની તમામ 26 બેઠકો જીતી હેટ્રિક સર્જવાનો સૌથી મોટો પડકાર છે. 2014 અને 2019માં તમામ બેઠકો જીતી હતી, ત્યારે હવે 2024માં પણ આ જ પરિણામોનું પુનરાવર્તન કરવાનો પડકાર છે.

ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 ડિસેમ્બર, 2022ના રોજ ઐતિહાસિક જનાદેશ બાદ મુખ્યમંત્રી તરીકે બીજી વાર શપથ ગ્રહણ કર્યા હતાં. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને તેમણે કંડારેલી વિકાસની કેડી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઉંચાઈઓ સુધી લઈ જવા સતત પ્રયત્નશીલ છે. તેમની પ્રવર્તમાન સરકારની વિકાસ યાત્રાની એક વર્ષની ઝલક

* ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા ખાતે વિશાળ યાત્રી ભવનનું નિર્માણ થશે, જે રામચંદ્રજીના દર્શનાર્થે આવનાર યાત્રીઓને અધ્યાત્મ અને પ્રવાસનનો અનુભવ આપશે.
* યુનેસ્કો દ્વારા ગુજરાતના ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ’અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે સ્થાન મળ્યું આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ગુજરાતને દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું
* માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ અને "અસ્મિતા જાળવી શકાય તે માટે ધોરણ મ થી 8 સુધી ગુજરાતી ભાષાનુ શિક્ષણ ફરજિયાત કરતો કાયદો બનાવ્યો.
* સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણના 20 વર્ષની સફળતાપૂર્વક ઉજવણી કરી જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતની ફરિયાદો ઓનલાઇન લેવાનો નિર્ણય.
* મુખ્યમંત્રી કાર્યાલયમાં લોકોના પ્રશ્નોના નિવારણ માટે ટેક્નોલોજી આધારિત જન સુવિધાઇ-મોડ્યુલ્સ કાર્યરત થયાં
* વડાપ્રધાનના સુશાસનની પ્રેરણાથી યુવાનોના પ્રોત્સાહક વિચારોને સરકાર સાથે જોડવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ"ની શરૂૂઆત.
* જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ, ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ,મેયર,સરપંચ) 27 ટકા અનામતરહેશે.
* બીપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકારે ₹11.60 કરોડની ત્વરિત નુકશાન વળતર સહાય ચૂકવી અને ₹240 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યું.
* 19 થી 21 મે દરમિયાન રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિરનું આયોજન થયું.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ
* મુખ્યમંત્રીનો જાપાન-સિંગાપોરનો સફળ પ્રવાસ
* વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના પૂર્વાર્ધમાં 14.44 લાખ કરોડના સંભવિત રોકાણના એમ ઓ યુ માટે ઉદ્યોગ કર્તાઓએ આઇએફપી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું.
* વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ‘સમિટ ઓફ સક્સેસ’ તરીકે ઉજવણી કરી
* વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂૂપે રાજ્યના 32 જિલ્લાઓમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ₹25,147 કરોડના રોકાણો માટે 2,590 એમઓયુ થયાં.
* ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક એમઓયુ સમજૂતી કરાર થયા અને માત્ર ત્રણ જ મહિનામાં પ્લાન્ટની કામગીરીની શરૂૂઆત
* ગુજરાત મેમરી ચીપ્સનું ઉત્પાદન કરતું ભારતનું પ્રથમ રાજ્ય બનશે.
* વાયબ્રન્ટ ગુજરાત 2024માં 16 જેટલા દેશ બનશે પાર્ટનર ક્ધટ્રી

રાજ્યમાં જી-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન
* ગાંધીનગરમાં જી-20 એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપની બીજી બેઠકનું આયોજન થયું.
* જી20 અધ્યક્ષતા હેઠળ બી20 અને ત્રીજી ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠક યોજાઇ.
* જી20 અધ્યક્ષતા હેઠળ યુ20 મેયોરલ સમિટનું આયોજન થયું.
* જી20 અંતર્ગત 3જી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાઇ જેમાં ૠઈંઋઝ સિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું.
* ંજી20 ભારત પ્રેસિડેન્સી અંતર્ગત ગાંધીનગરમાં મેડટેક એક્સપો-2023નું સફળ આયોજન
* મહિલા સશક્તિકરણ પર જી20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

શિક્ષણ અને કૌશલ્ય નિર્માણ
* શાળા પ્રવેશોત્સવના 20મા તબક્કાનું સફળતાપૂર્વક આયોજન થયું. 27 જિલ્લાઓની 27, 368 પ્રાથમિક શાળાઓની 46,600 થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી. 9 લાખ 77 હજાર ભુલકાઓનો આંગણવાડી પ્રવેશ ધોરણ-1 માં 230 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો.
* એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો માટે ઓનલાઈન પાસ સુવિધા
* સરકારી ડિગ્રી ઇજનેરી અને પોલિટેક્નિક કોલેજો ખાતે રોબોટિક્સ એન્ડ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અંતર્ગતથી ડીપ્રિન્ટીંગ, કોડિંગ, અઈં-ખક, ઇલેક્ટ્રીક વ્હીકલ, સેમિ ક્ધડક્ટર ડિઝાઇન એન્ડ એડવાન્સ વેરિફિકેશન, સાયબર ફિઝીકલ સિસ્ટમ, ક્લાઉડ સર્વિસીસ જેવી ન્યુ એજ ટેકનોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનો નિર્ણય.
* પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6થી12સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત શિક્ષણ વિના મૂલ્યે મળે તે માટ ેસામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાનસેતુ ડેસ્કૂલ્સ માટે માટે કુલ ર64 કરોડની જોગવાઈ.
* રાજ્યના યુવાઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી શકે તે માટે 33,000 થી વધુ યુવાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પ્રદાન કરી.
* ધોરણ 1 થી 8માં રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ અને ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે 25,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ વાઉચર આપવા માટેની યોજનાની જાહેરાત કરી

કૃષિઅને પશુપાલન
* ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ 10 લાખ હેક્ટર જેટલો વધારો
* રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે વધારાનું 2.27 મિલિયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય
* રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ વધી રહ્યો છે, 20 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ છે અને રાજ્યમાં 8.5 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
* રાજ્યના 96,00,000 પશુઓને એફએમડી/બ્રુસેલ્લોસીસ રસીકરણ દ્વારા સુરક્ષિત કરાયા.
* લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે ₹330 કરોડનું પેકેજ જાહેર કર્યું.
* ખેડૂતોને અન્ય રાજ્યો અને દેશ બહાર નિકાસ માટે ₹40 કરોડની સહાય, લાલ ડુંગળી અને બટાટા એ.પી.એમ.સીમાં વેચાણ કરવા માટે 50 કરોડની સહાય તેમજ ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરવા માટે ₹200 કરોડની સહાય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી.

વંચિતોનો વિકાસ
* ગંભીર એનીમિયા ધરાવતી 10 હજારથી વધુ આદિવાસી માહિલાઓની ઓળખ કરી તેમની જરૂૂરિયાત મુજબ સારવાર કરીને માતા મૃત્યુ દરમાં ઘટાડો કરાયો.
* આદિમજૂથો જેવા કે કોટવાળિયા, કોલપા, કાથોડી, સિદી, પઢાર તેમજ હળપતિઓ માટે મુખ્યમંત્રી આદિ મજાતિ સર્વાગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત
* વિકસતી જાતિના 10 લાખ વિદ્યાર્થીઓને ₹20 હજાર સુધીની શિષ્યવૃતિ.
* એસસી અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય
* શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના અમલી કરી
* શ્રમિકો અને તેમના કુટુંબીજનોને પાંચ રૂૂપિયામાં ભોજન પૂરું પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 17 જિલ્લામાં 273 કડીયા નાકાઓ પર ભોજન વિતરણ

મહિલા
* મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય, સૌપ્રથમ જેન્ડર બજેટા લાખ કરોડને પાર 200થી વધુ યોજના ઓમાત્ર મહિલાલક્ષી બજેટમાં 1,04,986 70 કરોડની ફાળવણી માત્ર મહિલાઓ લક્ષી યોજનાઓ માટે
* દીકરી ભણે અને આગળ વધે તે માટે 1285 જેટલી ક્ધયાઓને મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડીકલ શિક્ષણ (એમબીબીએસ અભ્યાસક્રમ) માટે સહાય આપી.
* મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 7 લાખથી વધુ સગભાર અને ધાત્રી માતાઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા દર માસે 1 કિ.ગ્રા. તુવેર દાળ, 2 કિ.ગ્રા. ચાણા, 1 લીટર સિંગ તેલ અપાયું.

આરોગ્ય
* પીએમજેએવાયમાં યોજના અંતર્ગત તા.11 જુલાઇથી રાજયના નાગરિકોને રૂા.5 લાખની મળતી સહાય વધારીને રૂા.10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ આપવાની શરૂઆત.
* ’વન નેશન - વન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂૂ થયેલા 272 ડાયાલિસિસ કેન્દ્રોમાં ગત 6 મહિનામાં 1.5 લાખથી વધુ ડાયાલિસીસ કરવામાં આવ્યા
* રાજ્યમાં 3,32,35,291 આભા કાર્ડ ઇશ્ય કરવામાં આવ્યાં છે.
* શાળા પ્રવેશોત્સવથી રાજ્યના કરોડ બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભ આરોગ્યમાટે બજેટમાં 15,182 કરોડ રૂૂપિયાની માતબર રકમની ફાળવણી

યુવા વિકાસ
* એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ-2023’ અનુસાર: રોજગાર વાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
* આગામી 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતીનું આયોજન
* રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે 10, 138 જેટલી લોક સંવર્ગની ભરતી, 325 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી અને 1287 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી પૂર્ણ કરી. વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ વર્ષે નવી 1000 ભરતીનું આયોજન
* રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગાર મળી રહે તે માટે રાજ્યમાં 433 જેટલા ભરતી મેળાઓનું આયોજન અને 1 લાખથી વધુ યુવાનોને રોજગારીના અવસર
* રાજ્યમાં એક જ દિવસમાં 2500 થી વધુ કર્મયોગીઓને નિમણૂક પત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા. બિન સચિવાલય કલાર્ક ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં 2306 - ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-રમાં 133 અને ખેતીવાડી અધિકારી વર્ગ-2 સંવર્ગમાં વટનું નવું માનવબળ રાજ્ય વહીવટીતંત્રને પ્રાપ્ત થયું.

લોકોની સુરક્ષા
* મક્કમતાથી ગુજરાત જ નહીં પરંતુ દેશમા ડ્રગ્સને ઘૂસતુ અટકાવ્યું છે
* જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ
* રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે.
* રાજ્યના સામાન્ય અને જરૂૂરિયાતમંદ નાગરિકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે 4000 જેટલા લોકદરબાર યોજવામા આવ્યા જેમાં 1,29,000થી વધુ લોકો હાજર રહ્યા 22 હજાર જેટલા લોકોને સરકાર દ્વારા ₹261.97 કરોડની લોન અપાવી ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કટ્રોલ સેન્ટર (આઇ3સી)ને નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો

શહેરી અને ગ્રામીણ વિકાસ
* શહેરો અને ગામડાઓમાં સ્વચ્છતા માટે જાગૃતિ કેળવાય તે માટે ખાસ સ્વચ્છતા ઝુંબેશ સ્વર્ણિમ જયતી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી
* રાજ્યની 157 નગરપાલિકાઓને રોડ રીસર્ફેસીંગ માટે ₹100 કરોડની ફાળવણી
* શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા 5 જિલ્લાઓમાં ડોર ટુ ડોર કલેક્શન માટેની કામગીરી શરૂૂ કરવાનો નિર્ણય
* રાજ્યની 20 નગરપાલિકાઓમાં મોડેલ ફાયરસ્ટેશનને મંજૂરી
* રાજ્યમાં 21 નવા સિટી સિવિક સેન્ટરો શરૂૂ કરવામાં આવ્યો

નાગરિક પરિવહન
* ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનો અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવેશ આ તમામ રેલવે સ્ટેશનો આઈકોનિક રેલવે સ્ટેશન બનશે.
* રાજકોટમાં કાર્યરત થયું ગ્રીનફિલ્ડ એરપોર્ટ.
* અમદાવાદ મેટ્રો રેલ સેવા બની અમદાવાદની લાઇફ લાઇન. સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો
* રાજ્યના નાગરિકોને ઉત્તમ પરિવહન સેવા મળી રહે તે માટે નવી 1154 બસો રાજ્યના નાગરિકોની સેવામાં મૂકી
* રાજ્યમાં દર મહિને નવી 200 જેટલી બસો લોકોની સેવામાં મૂકવાનું આયોજન
* મુસાફરોને છુટા આપવાની ઝંઝટથી મુક્ત થવાય તે માટે કર્યુ આર. કોડ બેઝ 2,000 મશીન સંચાલનમાં મૂક્યા અને આવનાર દિવસોમાં આ ક્યુ આર કોડનો વ્યાપ વધારવાનો આયોજન.

પ્રવાસન
* જૂનાગઢમાં નવીનીકરણ થયેલા ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ
* ધોરડીને સંયુક્ત રાષ્ટ્ર તરફથી વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજનું સન્માન પ્રાપ્ત થયું
* રાજ્યમાં પ્રવાસન સ્થળોના વિકાસને કારણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો પરખમ વધારો. એક જ વર્ષમાં કચ્છ ખાતેના સ્મૃતિવનમાં 4,62,667 અને સ્ટે થ્યુ ઓફ યુનિટી ખાતે 13,92,371 પ્રવાશીઓએ લીધી મુલાકાત

Advertisement
Tags :
Advertisement
Advertisement