For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાદર સહિત 16 ડેમમાં 1થી 3 ફુટ પાણીની આવક

12:01 PM Jul 25, 2024 IST | Bhumika
ભાદર સહિત 16 ડેમમાં 1થી 3 ફુટ પાણીની આવક
Advertisement

સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદથી જળાશયોમાં નવા પાણીની ધીગી આવક થઈ છે. સૌરાષ્ટ્રમાં સવારથી - વરસાદ પડતા રાજકોટ સહિતના - શહેરોને પાણીપુરૂૂ પાડતા ભાદર ડેમમાં 0.43 ફૂટ પાણીની આવક થતા ડેમની સપાટી 20.60 ફૂટે પહોંચી ગઈ છે. આ ઉપરાંત આજી-1ડેમમાં પણ 0.13 ફૂટ પાણી આવતા ડેમની સપાટી 20.20 ફૂટે પહોંચી ગઈ છે. ડેમ છલકાવવામાં 8.80 ફૂટનું છેટુ છે. આજે પણ ભાદરડેમ સહિત 16 ડેમમાં અડધાથી પોણા ત્રણ ફૂટ સુધી નવા નિર આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. જ્યારે નવ ડેમના દરવાજા ખોલવામાં આવતા હેઠવાસના ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક અડધાથી સાત ઈંચ સુધીનો વરસાદ પડતા મોજડેમ- વેણુ-2ના છ દરવાજા, મચ્છુ-3, ન્યારી-2,આજી-2નો એક દરવાજો, ભાદર-બે અને ફ્ુલઝરના ચાર દરવાજા, ઉમિયા સાગરના આઠ દરવાજા, વર્તુ-2ના 10 દરવાજા ખોલવામાં આવતા નીચાણ વાળા ગામડાઓને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે.

આજે પણ સૌરાષ્ટ્રમાં સવારથી - વરસાદ પડતા રાજકોટ સહિતના શહેરોને પાણીપુરૂૂ પાડતા ભાદર ડેમમાં 0.43 ફૂટ પાણીની આવક થતા ડેમની સપાટી 20.60 ફૂટે પહોંચી ગઈ છે. આ ઉપરાંત આજી-1ડેમમાં પણ 0.13 ફૂટ પાણી આવતા ડેમની સપાટી 20.20 ફૂટે પહોંચી ગઈ છે. ડેમ છલકાવવામાં 8.80 ફૂટનું છેટુ છે. આ ઉપરાંત સુરવો ડેમમાં 1.15 ફૂટ, ન્યારી-1માં 0.16, ફાડદંગ બેટીમાં 0.33, છાપરવાડી-2માં 1.31, મચ્છુ-2માં 0.16, ડેમી- 1માં 0.82, ડેમી-2માં 0.16, વિજરખીમાં 1.80, ઉંડ-1માં 1.12, કંકાવટીમાં 2.72, ઊંડ ડેમ- 2માં 0.33, રૂૂપાવટીમાં 1.31 અને ધોળીધજા ડેમમાં 0.20 ફૂટ નવા પાણીની આવક થઈ છે.

Advertisement

આ ઉપરાંત સુરવો ડેમમાં 1.15 ફૂટ, ન્યારી-1માં 0.16, ફાડદંગ બેટીમાં 0.33, છાપરવાડી-2માં 1.31, મચ્છુ-2માં 0.16, ડેમી- 1માં 0.82, ડેમી-2માં 0.16,કંકાવટીમાં 2.72, ઊંડ ડેમ- 2માં 0.33, રૂૂપાવટીમાં 1.31 અને ધોળીધજા ડેમમાં 0.20 ફૂટ નવા પાણીની આવક થઈ છે. રાજકોટ સિંચાઈ હસ્તકના ઓવરફ્લો થયેલા 21 ડેમમાં મોજ, ફોફળ, વેણુ-2, આજી-2, સોડવદર, ન્યારી-2, ભાદર-2, મચ્છુ-3, સસોઈ, પન્ના, ઊંડ-3, વાડીસંગ, ફૂલઝર (કો.બા.),રૂૂપારેલ, ઉમિયા સાગર, ઘી, વર્તુ-1, ગઢકી, વર્તુ-2, સોનમતી, શેઢા ભાડથરી, વેરાડી-1, સિંધણી, કાબરકા, વેરાડી-2, મીણસાર અને સોરઠી ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા છે. છેલ્લા 24 કલાકમાં ભાદરમાં 0.43, આજી-1માં 0.13, આજી-3માં 0.49, સોડવદરમાં 1.97, સુરવોમાં 1.15, ન્યારી-1માં 0.16, ન્યારી-2માં 0.49 ફૂટ નવાં નીરની આવક થઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement