ગુડ ઇવનિંગના તંત્રીની હત્યામાં 1ને આજીવન કેદ, 3નો છુટકારો
કુલ 8 આરોપીમાંથી 5 અગાઉ મૃત્યુ પામ્યા છે 4નો 31 વર્ષે આવ્યો ચૂકાદો
જામનગરમાં 31 વર્ષ પહેલા સને 1993માં ગુડ ઈવનિંગ અખબારના તંત્રી સુરેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજાની નવ આરોપીઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી.જે અંગેનો આખરી ચુકાદો આવતા ઉપરોકત નવ આરોપીઓ પૈકી (1) માધવદાસ, (2) ધર્મેન્દ્ર, (3) અનોપસિંહ તથા (4) પુર્વ પોલીસ કર્મી ગંભીરસિંહ જાડેજા અને (5) મંગળસિંહ ઉર્ફે રૂૂપસિંહ (6) પરબત, (7) ભવાન, (8) અરવિંદ તથા (9) નિકુળસિંહ વિગેરેએ સદર ગુનામાં આરોપી નં. 4 પુર્વ પોલીસ કર્મી ગંભીરસિંહ જાડેજાને જામનગરની સેશન્સ અદાલતે આજીવન કારાવાસની સજા ફરમાવતો ચુકાદો જાહેર કરેલ છે, જયારે આરોપી નં. 1,2,3,5 અને 6 ના ચાલતા કામે અવસાન થઈ ગયેલ છે અને આરોપી નં. 4 ને આજીવન કારાવાસ, તેમજ આરોપી નં. 7, 8 અને 9 ને શંકાનો લાભ આપીને છોડી મુકવાનો ચુકાદો સેશન્સ અદાલતના આ ચકચારી હત્યા કેસમાં આજે જામનગરની સેશન્સ કોર્ટે આખરી ચુકાદો આપ્યો છે.
કોર્ટે આરોપી પૂર્વ પોલીસ કર્મચારી ગંભીરસિંહ જાડેજાને આજીવન કારાવાસની સજા અને રૂૂ. 25,000/- ના દંડની સજા ફટકારી છે. સરકાર તરફે રજૂ કરાયેલી દલીલોને માન્ય રાખીને કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓ પૈકી કેટલાકનું મૃત્યુ થઈ ગયું છે, જ્યારે બાકીનાને શંકાનો લાભ આપીને છોડી મુકવામાં આવ્યા છે. 31 વર્ષ પહેલા સુરેન્દ્રસિંહ જાડેજાની હત્યા લીમડાલાઈન વિસ્તારમાં રીલાયન્સ કોર્પોરેશનની ઓફિસે કરવામાં આવી હતી. આરોપીઓએ લોખંડના પાઈપ, છરી, તલવાર જેવા હથિયારોથી હુમલો કરીને હત્યા કરી હતી. આ કેસમાં પ્રોસીક્યુશન તરફે 29 સાક્ષી અને 38 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રસિંહ જાડેજા એક સક્રિય સામાજિક કાર્યકર હતા અને તેમના અખબારના ઉદ્ઘાટન સમયે ગુજરાતના મુખ્યમંત્રી સહિત અડધું પ્રધાનમંડળ હાજર રહ્યું હતું. આ હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ આખરે ફરિયાદ પક્ષને ન્યાય મળ્યો છે. આ કેસમાં જીલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી રોકાયા હતા.