ભાવનગરમાં મોડી રાત્રે તોફાની પવન સાથે 1 ઇંચ વરસાદ: સિહોર અને ઘોઘામાં 1.5 ઇંચ
11:10 AM Oct 19, 2024 IST
|
admin
Advertisement
વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની સટાસટી
Advertisement
ભાવનગરમાં મોડી રાત્રે ગાજવીજ અને તોફાની પવન સાથે શહેરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઘોઘા અને સિહોર માં દોઢ ઈંચ તથા ઉમરાળામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.
ભાવનગર શહેરમાં ગઈ મોડી રાત્રીના 12 વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવવા લાગ્યો હતો. વીજળીના ગરગડાટ સાથે વરસાદ શરૂૂ થયો હતો અને શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે જિલ્લાના સિહોર અને ઘોઘા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉમરાળામાં એક ઇંચ અને વલભીપુરમાં પણ વરસાદ પડ્યો હતો.
આજે સવારે છ વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર શહેર માં 24 મી.મી.,વલભીપુર માં 9મી.મી., ઉમરાળામાં 21 મી.મી.,ઘોઘામાં 33મી.મી. અને સિહોરમાં 38 મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારે ફરી તડકો નીકળ્યો હતો.
Next Article
Advertisement